Mahesana/ મહેસાણામાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનો આપઘાત

વાલીએ અભ્યાસ માટે ઠપકો આપતા જીવન ટુંકાવ્યું

Top Stories Gujarat

 Mahesana News : મહેસાણામાં ધો.8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થનીના વાલીએ અભ્યાસ માટે ઠપકો આપતા આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ મહેસાણાના કડી સ્થિત બાવલુ નજીક આવેલી એક શાળામાં આપઘાતની આ ઘટના બની હતી.

દરરોજની જેમ આ વિદ્યાર્થીની બપોરની સ્કૂલ હોવાથી સ્કૂલે પહોંચી હતી. દરમિયાન સાંજના સમયે સ્કૂલ છુટી જવા છતા તે ઘરે પરત આવી ન હતી. જેને કારણે તેના પરિવારજને આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ પત્તો ન લાગતા અંતે તેમણે  સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. જેમાં તેમની દિકરી સ્કૂલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ