Botad/ બોટાદના ગઢડામાં ખનીજ વિભાગના દરોડા

1,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે

Top Stories Gujarat

Botad News : બોટાદના ગઢડામાં ખનીજ વિભાગના દરોડાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ગઢડામાં કેરાળા-રામપરા ગામ વચ્ચે આવેલી ઘેલો નદીના પટમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખનીજ વિભાગની ટીમને માહિતી મળી હતી કે ઘેલો નદીમાં કેટલાક શખ્સો ગેરકાયદે રેતીની ચોરી કરી રહ્યા છે. જેને પગલે ખનીજ વિભાગની ટીમ કાર્યવાહી માટે નદીના પટમાં પહોંચી હતી.

દરમિયાન ખનીજ વિભાગની ટીમને જોતા જ રેતીની ચોરી કરતા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી ટીમે રેતી ચોરવા માટે ઉપયોગમાં લેવાતા બે ચારણા કબજે કર્યા હતા. આ ટીમે અહીંથી કુલ રૂ. 1,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ