Patan News: પાટણ શહેરમાં નગરપાલિકા (Patan Municipality) તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને ક્લોરિનેશન પ્લાન્ટને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત બાદ GPCBની વિશેષ ટીમે સ્થળ પર પહોંચી આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નગરપાલિકા (Patan Municipality) તંત્રના દાવાઓ અને વાસ્તવિક સ્થિતિમાં તફાવત જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.
Patan Municipality: બંધ પ્લાન્ટના નામે કરોડોના બિલ ચૂકવાયા હોવાનો આરોપ
આ મામલે કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકા (Patan Municipality)ના ચીફ ઓફિસર અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ મુજબ, પાટણનો Sewage Treatment Plant અને ક્લોરિનેશન પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં છે. તેમ છતાં પ્લાન્ટના સંચાલન અને મેન્ટેનન્સના નામે દર વર્ષે કરોડો રૂપિયાના બિલ મંજૂર કરીને ચૂકવણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નગરપાલિકા (Patan Municipality) તરફથી પ્લાન્ટ કાર્યરત હોવાના દાવા કરવામાં આવતા હતા, પરંતુ GPCBની તપાસમાં પ્લાન્ટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટ્રીટમેન્ટ વગરનું ગંદુ પાણી કેનાલમાં છોડવાનો આરોપ
STP પ્લાન્ટ બંધ હોવાના કારણે શહેરમાંથી નીકળતું ગટરનું ગંદુ અને દૂષિત પાણી કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સીધું સિંચાઈની કેનાલમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો થયા છે. આ અંગે સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ગંદુ પાણી સીધું કેનાલમાં જવાથી ખેડૂતોની જમીનની ગુણવત્તા, સ્થાનિક નાગરિકોના આરોગ્ય અને પશુધન પર અસર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ
GPCBની ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આ સમગ્ર મામલે પાણી પ્રદૂષણ કાયદા અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.હાલ સમગ્ર મામલે તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા અને આગળની કાર્યવાહી અંગે રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:પાટણ નગરપાલિકા પર ખાનગી જમીન પર રોડ બનાવવાનો આરોપ, ₹8-9 લાખના ખર્ચના કામની તપાસની માગ
આ પણ વાંચો:પાટણમાં નગરપાલિકાની સઘન સ્વચ્છતા ઝુંબેશ, ત્રણ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરાયો
આ પણ વાંચો:પાટણમાં દબાણો સામે નગરપાલિકાની કાર્યવાહી, 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ
