Rajkot News/ રાજકોટમાં યુવકના આપઘાત કેસમાં પત્ની સહિત 6 સામે ફરિયાદ: સુસાઈડ નોટમાં લખ્યું- “મને જીવવા જેવો રહેવા દીધો નહીં”

Rajkot Suicide Case: રાજકોટમાં 29 વર્ષીય પાર્થ પિત્રોડાના આપઘાત કેસમાં પત્ની સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે…આખરે સુસાઈડ નોટમાં શું લખ્યું?..વધુ વાંચો

Gujarat Top Stories Rajkot
Rajkot Suicide Case: 4 બહેનોના એક ભાઈનું મોત

Rajkot News: રાજકોટમાં 29 વર્ષીય પાર્થ પિત્રોડાએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો (Rajkot Suicide Case) ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના અનુસંધાને પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટના આધારે મૃતકની પત્ની સહિત સાસરિયા પક્ષના છ લોકો સામે મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે.

Rajkot Suicide Case: સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપો

પોલીસને મળેલી સુસાઈડ નોટમાં (Suicide Note) પાર્થે લખ્યું હોવાનું જણાવાય છે કે, “હું જીવવા માંગતો હતો, પરંતુ આ લોકોએ મને જીવવા જેવો રહેવા દીધો નહીં.” સાથે જ પત્ની જાનકી સાથેના મતભેદો (Family Dispute) અને સતત માનસિક તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસ (Rajkot Police) સૂત્રો જણાવી રહ્યા છે. આ આક્ષેપોની તપાસ હાલ ચાલી રહી છે.

લગ્નજીવનમાં લાંબા સમયથી મતભેદ

પરિવારના જણાવ્યા અનુસાર પાર્થના લગ્ન વર્ષ 2018માં જાનકી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે મતભેદો શરૂ થયા હતા. વર્ષ 2024માં પત્ની પિયર જતી રહી હતી અને ત્યારબાદ વર્ષ 2025માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે હાલ પણ ચાલુ હોવાનું જણાવાયું છે.

બહેનને કર્યો હતો ભાવુક ફોન

મૃતકની બહેનના જણાવ્યા મુજબ આપઘાતના થોડા દિવસ પહેલાં પાર્થે પોતાની નાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે, “મારે તારું અને ભાણાનું મોઢું જોવું છે.” ત્યારબાદ તેનો ફોન બંધ આવતો હોવાથી પરિવારે ગુમ થયાની નોંધ કરાવી હતી. બાદમાં 20 જુલાઈએ તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

પત્ની સહિત છ લોકો સામે ગુનો નોંધાયો

સુસાઈડ નોટ અને પરિવારની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે મૃતકની પત્ની જાનકી, સસરા બિપીન કારેલીયા, સાસુ કપિલાબેન, સાળી જીલ પિત્રોડા, સાઢુ દિવ્યેશ પિત્રોડા અને યોગેશ સોલંકી સામે મરી જવા મજબૂર કરવાના ગુનામાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસ ચાલુ

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સુસાઈડ નોટની ખરાઈ, બંને પક્ષના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત: હોમવર્કને લઈને ઠપકો મળ્યા બાદ ગળાફાંસો ખાધો, મોબાઇલની લત પણ ચર્ચામાં

આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: ‘મને ન્યાય અપાવજો અમિતભાઈ ઠાકર MLA’… અમદાવાદના યુવકે આપઘાત પહેલા મૂક્યું WhatsApp સ્ટેટસ