અમદાવાદ/ લઘુમતી બહુમતી વાળી સીટ પર બીજેપીએ જીતવા શું એક્શન પ્લાન બનાવ્યો ?

જમાલપુર-ખાડિયા બેઠક પર સૌથી વધારે 1.30 લાખ મતદાર લઘુમતી સમાજના છે.

Ahmedabad Gujarat Mantavya Exclusive
ભાજપ

મિશન વિધાનસભા ઈલેક્શન 2022માં બીજેપી તમામ સીટ જીતવાના લક્ષ સાથે આગળ ચાલી રહી છે ત્યારે ઘણી સીટ એવી છે જેમાં લઘુમતી મતદારો વધારે છે. ગુજરાત બીજેપીના ગઢ સમાન ખાડિયાને બચાવવું બીજેપી માટે જરૂરી છે. એ સીટ જીતવા બીજેપી કેવી રીતે આગળ ચાલી રહી છે? તે સમજવું મહત્વનું બની રહે છે.

વધુ વિગત અનુસાર અમદાવાદની 16 બેઠકમાંથી 4 બેઠક કે જેના પર કોંગ્રેસનો કબજો છે, તેમાંથી એક સીટ છે જમાલપુર-ખાડિયા સીટ. આમ તો આ સીટ પર સૌથી વધારે મતદાર લઘુમતી સમાજના છે; જેથી બીજેપીને જીતવું અઘરું છે. બીજી તરફ આ સીટમાં સમાવિષ્ટ ખાડિયા સીટ કે જે બીજેપીનું ગઢ પણ છે જેથી જીતવું એ આબરૂ બચાવવા બરાબર છે. આ સીટ જીતવા માટે બીજેપી શહેર લઘુમતી મોરચા પર નિર્ભર છે જેથી સૌથી વધારે મતદારો બીજેપી તરફે રહે. જે અંગે વાત કરતા શહેર લઘુમતી મોરચાના મહામંત્રી શોએબ શેખે જણાવ્યું હતું કે, ‘તેના માટે બીજેપી અલગ અલગ તબક્કે કામગીરી કરી રહ્યું છે. જેમાં સરકારી યોજનાઓનો લાભ અપાવવો. છેલ્લા 1 વર્ષથી સરકારી દસ્તાવેજ કઢાવી આપવા એટલે કે લોકોને જીવન જરૂરિયાતની તમામ બાબતો આરામથી મળી રહે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.આ સિવાય આરોગ્ય લક્ષી મદદ કરવી સામાજિક પ્રશ્નોના નિરાકરણ કરવા જેથી લોકો જોડાયેલા રહે આના માધ્યમથી બીજેપી જીત મેળવવા પ્રયાસ કરશે એ બાત નક્કી છે.’

આ સીટની વાત કરીએ તો અંદાજે અઢી લાખ જેટલા મતદારો છે . જેમાં 2017ની ચુંટણી દરમિયાન બીજેપીને 47 હજાર વોટ જ મળ્યા હતા. જેમાં સૌથી વધારે વોટ ખાડિયા અને બહેરામપુરા વોર્ડમાંથી દલિત સમાજના મળ્યા હતા. આ સીટ પર 1 લાખ 30 હજાર વોટ લઘુમતી સમાજના છે તો 35 હજાર વોટ દલિત સમાજના છે અને બાકીના મતદારો હિન્દુ છે. 2017 કરતા વધારે વોટ 2019 લોકસભા ઈલેકશન દરમિયાન વોટમાં વધારો થયો હતો. જેના કારણે બીજેપીએ લઘુમતી વોટ મેળવવા અને તોડવાની રણનીતિ અપનાવેલી છે. લઘુમતી મતદારોને સૌથી વધારે સરકારી યોજનાઓના લાભ મળે તેના માટે પ્રયાસ લઘુમતી મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે. આમ આ સીટ પર આગામી ચુંટણીમાં બીજેપી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને AIMIM પોતાના ઉમેદવાર ઉભા રાખે તો કોંગ્રેસને મળતા છીપા સમાજનાં વોટ તૂટે તો બીજેપીની જીત સરળ બની શકે છે. સાથે જ બીજી તરફ બીજેપીને લઘુમતી વોટ વધારે મળે તેના માટે અત્યારે ચાલતા સદસ્યતા અભિયાનમાં વધારે લોકોને જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ઘોઘંબા તાલુકાનાં ચેકડેમમાં રેતીની થેલીઓ મૂકી કરાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સરકાર કરે ભ્રષ્ટ્રાચાર નાબુદીની વાતો અને આ લોકો કરશે ભ્રષ્ટાચાર