એ...કાન્હા આ શું...../ ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન

1982 થી નિજ મંદિર પ્રવેશ બંધ કર્યા બાદ રાજા રણછોડ ના નજીકથી દર્શન કરાવવાનો આ નિર્ણય કેટલાક ભક્તો સ્વીકારી રહ્યા છે તો કેટલાક ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
White Minimalist Modern Annual Financial Report 2022 Presentation Template 4 1 ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન

@ભાવેશ શર્મા 

ડાકોરએ ખેડા જિલ્લામાં આવેલું જગત વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ભગવાન શ્રી રાજાધિરાજ રણછોડ રાયજી ના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર આવતા હોય છે આ ભક્તો ની લાગણીને ધ્યાને રાખી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજા રણછોડ ના નજીકથી દર્શન કરાવવા માટે 500 રૂપિયાની પાવતી ફળાવી દર્શનની સુવિધાનો લાભ મેળવી શકશે.

મહત્વની વાત કરવામાં આવે તો 1982 થી નિજ મંદિર પ્રવેશ બંધ કર્યા બાદ રાજા રણછોડ ના નજીકથી દર્શન કરાવવાનો આ નિર્ણય કેટલાક ભક્તો સ્વીકારી રહ્યા છે તો કેટલાક ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ભક્તો પાસેથી લેવામાં આવતા આ ₹500 આવનારા ભક્તોની સુવિધા પાછળ વાપરવા માટે ટેમ્પલ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે સાથે ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભક્તોમાં ખુશી પણ દેખાઈ રહી છે, બીજી તરફ કેટલાય ભક્તોનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબી અને અમીરીની ખાઈ વધશે જેને કારણે આસ્થામાં પણ ઘટાડો જોવા મળશે તેવું આવનારી યાત્રિકોનું કહેવું છે.

મહત્વનું છે કે આ નિર્ણય જાહેર થયાના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારેજ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.

હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા

 આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

 આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત

 આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા