Not Set/ બાળકોમાં થતી આંખોની બીમારીને રોકવા ચીન ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ મૂકશે

ચીન દેશે બાળકોમાં જોવા મળતી માયોપિયાની સમસ્યા જે નિકટ દ્રષ્ટિ દોષ છે. એને રોકવા માટે પગલું ભર્યું છે જે અંતર્ગત ઘણી ઓનલાઈન ગેમ્સ પર સરકાર નિયંત્રણ કરવાની યોજના બનાવી રહી છે. આ વાત બહાર આવતાં ચીની વિડીયો ગેમ કંપનીઓમાં ચિંતાનો માહોલ સર્જાય ગયો છે. આ કદમ દેશમાં પુર ઝડપે વિકસી રહેલા લોકપ્રિય વિડીયો ગેમ ઉદ્યોગ […]

Top Stories World
558c3051 ee50 4de5 aec3 8e11f0e4180c બાળકોમાં થતી આંખોની બીમારીને રોકવા ચીન ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ મૂકશે

ચીન દેશે બાળકોમાં જોવા મળતી માયોપિયાની સમસ્યા જે નિકટ દ્રષ્ટિ દોષ છે. એને રોકવા માટે પગલું ભર્યું છે જે અંતર્ગત ઘણી ઓનલાઈન ગેમ્સ પર સરકાર નિયંત્રણ કરવાની યોજના બનાવી રહી છે. આ વાત બહાર આવતાં ચીની વિડીયો ગેમ કંપનીઓમાં ચિંતાનો માહોલ સર્જાય ગયો છે. આ કદમ દેશમાં પુર ઝડપે વિકસી રહેલા લોકપ્રિય વિડીયો ગેમ ઉદ્યોગ પર સરકારી નિયમન મજબુત કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

China Ban Online Games બાળકોમાં થતી આંખોની બીમારીને રોકવા ચીન ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ મૂકશે

ચીનનાં રાષ્ટ્રપતિએ ગુરુવારે આ વાત જાહેર કરી હતી. જેમાં આ નવા નિયમની ઘોષણા કરવામાં આવી હતી. ચીનનાં શિક્ષા મંત્રાલયે બુધવારે જાહેર કરેલાં એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, અધિકારી ઓનલાઈન ગેમ્સ ની કુલ સંખ્યાનું નિયમન અને નિયંત્રણ કરશે. સાથે સાથે તેઓ આ પ્રકારની ગેમનાં નવાં નામો પર પણ નજર રાખશે. આ સ્ટેટમેન્ટ પર આઠ મંત્રાલયોએ હસ્તાક્ષર કર્યા છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અધિકારીઓ વય અને ઉમર અનુસાર ઉપરોક્ત એલર્ટ પ્રણાલીની માહિતી મેળવશે અને બાળકોનાં રમવાના કલાકને સીમિત કરવા માટેની કાર્યવાહી કરશે.

gaming arcade china flickr ivanmlinaric e1535725850140 બાળકોમાં થતી આંખોની બીમારીને રોકવા ચીન ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ મૂકશે

આ સૂચનાથી શુક્રવારે સવારે ચીની વિડીયો ગેમ કંપનીઓના શેરના ભાવ ઝડપથી નીચે ગગડી ગયા હતા. સમાચાર એજન્સી શિન્હુઆએ ચીની સરકારનાં આ આદેશ મારફતે જણાવ્યું હતું કે, ચીનમાં વિધાર્થીઓમાં ખાસ કરીને નાની ઉંમરનાં બાળકોમાં માયોપિયા બીમારીનો દર વધુ હોય છે. ચીનનાં રાષ્ટ્રીય રેડિયો અને ટેલિવિઝન પ્રશાશન અનુસાર આ આદેશ બાદ મે થી ડોમેસ્ટિક કંપનીઓ માટે કોઈ નવું નામ આપવામાં આવ્યું નથી. રાષ્ટ્રીય રેડિયો અને ટેલિવિઝન પ્રશાશન નિયમિત રૂપે આ ગેમ્સની ઓનલાઈન યાદી અપડેટ કરે છે.