Not Set/ કોલકત્તાના એક ડોકટરનાં પિત્તાશયમાંથી નીકળી ૧0,૩૫૬ પથારીઓ

કોલકતાના મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ બુધવારે એક આહાર વિશેષજ્ઞ ડોક્ટર રાજીવ ચૌધરીનાં પિત્તાશયમાંથી દસ હજારથી વધુ પથરીઓ કાઢી હતી. હાલ તો ડોક્ટર રાજીવ ખુદ દર્દી બનીને હોસ્પિટલમાં આરામ કરી રહ્યાં છે. કોલકત્તાના દમદમ કૈન્ટનાં નિવાસી રાજીવ ચૌધરી લગભગ છેલ્લાં દોઢ મહિનાથી થતાં પેટનાં દુખાવાની ફરિયાદને લઈને મેડિકલ કોલેજનાં ઓપીડીમાં ગયા હતા. ત્યાં જયારે તેમનું […]

Health & Fitness India
doctor2 કોલકત્તાના એક ડોકટરનાં પિત્તાશયમાંથી નીકળી ૧0,૩૫૬ પથારીઓ

કોલકતાના મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ બુધવારે એક આહાર વિશેષજ્ઞ ડોક્ટર રાજીવ ચૌધરીનાં પિત્તાશયમાંથી દસ હજારથી વધુ પથરીઓ કાઢી હતી. હાલ તો ડોક્ટર રાજીવ ખુદ દર્દી બનીને હોસ્પિટલમાં આરામ કરી રહ્યાં છે.

કોલકત્તાના દમદમ કૈન્ટનાં નિવાસી રાજીવ ચૌધરી લગભગ છેલ્લાં દોઢ મહિનાથી થતાં પેટનાં દુખાવાની ફરિયાદને લઈને મેડિકલ કોલેજનાં ઓપીડીમાં ગયા હતા. ત્યાં જયારે તેમનું યુએસજી કરવામાં આવ્યું હતું. યુએસજી કરવામાં આવ્યું ત્યારે તેમાં ખબર પડી કે, તેમનાં પિત્તાશયમાં ઘણી બધી પથરીઓ છે. ચૌધરીને સોમવારે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. બુધવારે માઈક્રો સર્જરી દ્વારા તેમનાં પિત્તાશયમાંથી પથરીઓ કાઢવામાં આવી હતી.

સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માનસ કુમાર દત્તએ જણાવ્યું હતું કે, ‘યુએસજીથી ખબર પડી કે રાજીવના પિત્તાશયમાં પથરીઓ છે, પરંતુ તે આટલી બધી સંખ્યામાં હશે એવું નહોતું વિચાર્યું. એમનાં પિત્તાશયમાંથી કુલ ૧0,૩૫૬ પથરીઓ નીકળી હતી. આ કોલકત્તાનો બીજો એવો કિસ્સો છે કે, જેમાં આટલી મોટી માત્રામાં પથરીઓ મળી હોય. આ પહેલાં એક દર્દીને બાર હજાર પથરીઓ હતી.’

ડોક્ટરોના કહેવા મુજબ, દર્દીનું કોલ્સ્ટ્રોલ ઘણું વધુ હતું, જેને કારણે પથરીઓ વધતી ગઈ હતી. સ્ટ્રેસ અથવા જંક ફૂડના વધુ પડતાં સેવનને કારણે પણ પિત્તાશયમાં પથરીઓ બનતી હોય છે. રાજીવની સર્જરીમાં લગભગ ૪૦ મિનિટનો સમય લાગ્યો હતો. રાજીવ ચૌધરીને થોડા દિવસમાં ડીસ્ચાર્જ પણ આપી દેવામાં આવશે. ચૌધરી કોલકતાના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થમાં કાર્યરત છે.