@Mehul Dudharejia
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેઢિયાળ તંત્રનો AMC- unused Building વધુ એક દાખલો જોવા મળ્યો છે. લાંભા વોર્ડમાં કોર્પોરેશને બનાવેલું એક બિલ્ડિંગ લાંબા સમયથી અધિકારીઓની રાહ જોઈ રહ્યુ છે અને તે પણ કેટલા સમયથી એક કે બે નહીં પણ નવ વર્ષથી રાહ જોઈ રહ્યુ છે. 2014માં લોકાર્પણ કરવામાં આવ્યા બાદ બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યુ છે. લોકાર્પણ કરવામાં ઉત્સાહી તંત્ર બિલ્ડિંગ બનાવીને ભૂલી જાય જાય છે કે તે શેના માટે બનાવવામાં આવ્યું હતું અથવા તો આ કોર્પોરેશનની બેદરકારીનો કે જાહેર નાણાનો કેવો વ્યય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.
વાસ્તવમાં સમગ્ર શહેરની લેન્ડ ફિલ સાઇટની કામગીરી પર નજર AMC- unused Building રાખવા માટે બનાવવામાં આવેલું આ બિલ્ડિંગ પોતે કચરો બની ગયું છે. આ બિલ્ડિંગમાં રીતસરના ધૂળના થર જામ્યા છે. આમ પ્રજાના કરોડો રૂપિયાનો અહીં વ્યય થઈ રહ્યો છે. આ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યા પછી તેનો જરા પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ નવ વર્ષ પહેલા લાંબા વિસ્તારમાં બનાવેલું લેન્ડ લિફ્ટિંગ સાઇટના બિલ્ડિંગનું લોકાર્પણ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે કરવામાં આવ્યું હતું.

2014માં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તા બિલ્ડિંગ AMC- unused Building આજુબાજુ આવેલી પીરાણા ડમ્પિંગ સાઇટ પર દેખરેખ રાખવા માટે અધિકારીઓને ત્યાં બેસવા માટે બનાવવામાં આવ્યું હતું. પણ નવ વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં આ બિલ્ડિંગ ઉપયોગમાં લેવામાં આવ્યું નથી. 2014માં આ બિલ્ડિંગનું ઉદઘાટન થયું ત્યારે ફોટોગ્રાફ પડાવવા માટે કોર્પોરેશના સત્તાધીશો અહીં આવ્યા હતા.
આ બિલ્ડિંગ આજુબાજુ કચરાના ઢગલાની વચ્ચે બનાવવામાં AMC- unused Building આવ્યું છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસવા ટેવાયેલા હોવાથી આ ધૂળની ડમરીઓની વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ લેન્ડ લિફ્ટિંગ સાઇડના બિલ્ડિંગમાં તેઓ ડોકાતા પણ નથી. તેની બાજુમાં જ ડમ્પિંગ સાઇડનો તોલમાપનો કાંટો પણ છે. કોર્પોરેશને બિલ્ડિંગ તો બનાવી દીધું, પરંતુ બિલ્ડિંગ સુધી પહોંચવા માટે પણ કચરાના ઢગલા ઓળંગીને જવું પડે છે. અહીં આજુબાજુ વસતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લોકો ભલે પ્રદૂ,ણયુક્ત હવા શ્વાસમાં લે અને મરવા પડે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ આવી મેલી અને પ્રદૂષણયુક્ત જગ્યાએ આવતા નથી. આમ લોકોના પૈસાનો વ્યય ભલે થાય પણ હાલાકીઓ પણ લોકોએ જ ભોગવવાની. આના લીધે લોકોમાં કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્ર સામે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશન દ્વારા માત્ર પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવે છે AMC- unused Building પોતાના જ અધિકારીઓ માટે બનાવેલી ચેમ્બરમાં કોર્પોરેશનના જ અધિકારીઓ જતા નથી કોર્પોરેશનના અધિકારીઓ આરામદાયક જિંદગી જીવવા માટે ટેવાયેલા છે ભલે લોકો ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરે પરંતુ કોર્પોરેશનના આ નઘરોળ તંત્ર નું પેટનું પાણી પણ હલવાનું નથી કારણ કે પૈસા કોર્પોરેશનના થોડી છે પ્રજાના છે…એક પણ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા નથી કે બિલ્ડીંગની હાલત નવ વર્ષમાં કેવી છે આખે આખું બિલ્ડીંગ ધૂળની ડમરીઓ થી ઢંકાઈ ચૂક્યું છે
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા-મોદી/ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નહીંઃ મોદી, આલ્બાનીઝની આકરા પગલાં લેવાની ખાતરી
આ પણ વાંચોઃ વૈભવી ઉપાધ્યાયનું નિધન/ ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં મોત
આ પણ વાંચોઃ Train/ આજથી તમામ મેમુ ટ્રેન 30 દિવસ સુધી બંધ રહેશે
