Not Set/ આસામ કેશ ફોર જોબ કૌભાંડમાં BJP સાંસદની પુત્રી સહીત ૧૯ અધિકારીની ધરપકડ

દિસપુર: આસામ લોકસેવા આયોગ (એપીએસસી) કેશ ફોર જોબ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી ( BJP )ના સાંસદની પુત્રી સહીત ૧૯ અમલદારોની આસામ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. જેમાં એક કે જે આસામના શિવસાગર જિલ્લામાં ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતાં વર્ષ-૨૦૧૬ની બેચના આસામ પોલીસ સર્વિસ અધિકારી પલ્લવી શર્મા વર્તમાન તેજપુર લોકસભા બેઠકના ભાજપના સાંસદ રામપ્રસાદ […]

Top Stories India Trending
Assam Cash for Job scam: 19 officers including BJP MP's daughter arrested

દિસપુર: આસામ લોકસેવા આયોગ (એપીએસસી) કેશ ફોર જોબ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી ( BJP )ના સાંસદની પુત્રી સહીત ૧૯ અમલદારોની આસામ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. જેમાં એક કે જે આસામના શિવસાગર જિલ્લામાં ડેપ્યુટી સુપરીટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતાં વર્ષ-૨૦૧૬ની બેચના આસામ પોલીસ સર્વિસ અધિકારી પલ્લવી શર્મા વર્તમાન તેજપુર લોકસભા બેઠકના ભાજપના સાંસદ રામપ્રસાદ શર્માના પુત્રી છે.

આ ઉપરાંત પોલીસે આ બેચના અન્ય ૧૮ અધિકારીઓની ધરપકડ કરી છે. જેમાંના ૧૩ આસામ સિવિલ સર્વિસ અધિકારીઓ, બે અન્ય પોલીસ સર્વિસ અધિકારી, બે ટેક્સ ઓફિસર્સ અને એક ડિસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ અધિકારી છે.

બુધવારે કરાયેલી ધરપકડ પછી છેલ્લા બે વર્ષ દરમિયાન આસામ લોકસભા સેવા આયોગ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ધરપકડ કરાયેલા અધિકારીઓની સંખ્યા વધીને ૫૩ થઈ ગઈ છે.

આયોગના પૂર્વ ચેરમેન રાકેશ પોલ સહીત નવ અધિકારીની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે. સરકારી અમલદારોના હાથથી લખેલા સેમ્પલ આપવા માટે અપાયેલ સમન્સ પછી આસામ પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચે ગુવાહાટીથી ધરપકડ કરી હતી.

દિબ્રુગઢ જિલ્લાના એસ.પી. ગૌતમ બરુઆએ જણાવ્યું હતું કે, “૧૯ અધિકારીઓની ફોરેન્સિક રિપોર્ટના આધાર પર ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એવું જાણવા મળ્યું હતું કે, આસામ લોકસેવા આયોગની પરીક્ષાની તેમની ઉત્તરવહીઓ નકલી હતી.”

૧૦ થી ૩૦ લાખ રૂપિયા લઈને તેમની ઉત્તરવહીઓ બદલતા હતા  

રાકેશ પોલ અને તેમના સહયોગીઓ પર આરોપ છે કે, તેઓ ઉમેદવાર પાસેથી ૧૦ લાખ રૂપિયાથી લઈને 30 લાખ સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો અને તેના બદલે તેઓ તેમની ઉત્તરવહીઓ નકલને નકલીની સાથે રિપ્લેસ કરી દેતા હતા, જેથી તેને પોતાની ઈચ્છાનુસાર નોકરી મળી શકે.