ભાવનગર/ પ્રેમિકાએ પ્રેમીની તીક્ષણ હથિયાર વડે કરી હત્યા, કારણ જાણીને તમે રહી જશો દંગ

ભાવનગર ભાલ વિસ્તારમાં આવેલ કાવાતળાવ નજીક નિરમા કમ્પનીના ગેટ પાસે પ્રેમિકાએ વિપુલ ચાવડા નામના પ્રેમીને તીક્ષ્ણ હથિયારનો ઘાજીકી હત્યા કર્યાનો બનાવ બનવા પામેલ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 09T173535.812 પ્રેમિકાએ પ્રેમીની તીક્ષણ હથિયાર વડે કરી હત્યા, કારણ જાણીને તમે રહી જશો દંગ
  • ભાવનગરના કાળાતળાવ વિસ્તારમાં હત્યાનો બનાવ
  • પ્રેમિકાએ છૂટો છરીનો ઘા કરતા પ્રેમીની થઈ હત્યા
  • મચ્છી વેચવાનો વેપાર કરતી પ્રેમિકા સાથે થયો હતો ઝગડો
  • છૂટક મજૂરી કરતા વિપુલ ચાવડા નામના પ્રેમીનું નીપજ્યું મોત

@હિરેન ચૌહાણ 

Bhavnagar News: ભાવનગર ભાલ વિસ્તારમાં આવેલ કાવાતળાવ નજીક નિરમા કમ્પનીના ગેટ પાસે પ્રેમિકાએ વિપુલ ચાવડા નામના પ્રેમીને તીક્ષ્ણ હથિયારનો ઘાજીકી હત્યા કર્યાનો બનાવ બનવા પામેલ છે. ભાવનગર સિહોરના ગુંદાળા વિતારમાં રહેતા અને દ્રાઇવિંગ સહિત મજૂરી કામ કરનાર વિપુલ ચાવડા નામના શખ્સને ભાલ વિસ્તરમાં કાળાતળાવ નિરમા કંપની પાસે મચ્છી વહેંચવા નો વ્યાપાર કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ થતા તેની સાથે મૈત્રી કરાર કરી ને રહવાતો હતો.

વિપુલને દારૂનું વ્યસન હોવાથી અવારનવાર પ્રેમિકા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે આજરોજ બપોરના સમયે વિપુલ પ્રેમિકા પાસે દારૂના રૂપિયા માંગવા ગયેલ જ્યાં તેની સાથે બોલાચાલી થવા માપી હતી આ સમયે વિપુલે પોતાની પાસે રહેલ છરી નીકાલી હતી જ્યારે ઝપાઝપીમાં છરી નીચે પડી જતા પ્રેમિકાએ ઉઠાવી લીધી હતી અને વિપુલ પર છરી નો છૂટો ઘા કર્યો હતો જે વિપુલની છાતીના ભાગે વાગી જતા વિપુલ ત્યાંજ ઢળી પડ્યો હતો.

જેની જાણ 108 ઇમરજેનસી સેવાને કરતા  108 ઘટના સ્થળે પહોંચી હતી જેને વિપુલને મૃતક જાહેર કરતા હત્યાની ઘાટ બનવા પામી હતી. હત્યાની ઘટના બનતા ભાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકનું પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા