નડિયાદ/ ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

નડિયાદમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઇ છે. ચાઇનીઝ દોરીએ એક યુવતીનો જીવ લીધો છે. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની આ ઘટના બની હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 08T201134.632 ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
  • ખેડાઃ નડિયાદમાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો ભોગ લીધો
  • મયુરી નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું
  • વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની ઘટના

Nadiad News: નડિયાદમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઇ છે. ચાઇનીઝ દોરીએ એક યુવતીનો જીવ લીધો છે. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં બની આ ઘટના બની હતી.

એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. આ ઘાતક દોરાથી નડિયાદમાં ચાઇનીઝ દોરીથી મયુરી નામની 25 વર્ષીય યુવતિનું ગળું કપાયું હતું. નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. યુવતી એક્ટિવા પર ઘરેથી કામ કરવા જઈ રહી હતી આ દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતીનું ગળું કાપતાં તેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ યુવતીને સારવાર મળે એ પેહલાજ યુવતીનું મોત થયું હતું.

અગાઉ, ડાકોરમાં પતંગની ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. સંઘાણા હાઈવે ઉપર એક દંપત્તિ  બાઇક પર પસાર થઇ રહ્યું હતું તે દરમિયાન ચાઈનીઝ દોરી બાઈકચાલક સાગર રાજુભાઈ રાવલના ગળામાં ફસાતા તેમનું ગળું કપાતા ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: