Not Set/ MEA, રવીશ કુમારે આ રીતે પાકિસ્તાનનો બરોબરનો ઊધડો લઇ નાંખ્યો

વિદેશ મંત્રાલય અને MEA રવીશ કુમાર દ્વારા પાકિસ્તનનો રીત સરનો ઊધડો લઇ લેવામાં આવ્યો છે. રવીશ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતની આંતરિક બાબતો અંગે પાકિસ્તાની નેતૃત્વ દ્વારા તાજેતરનાં નિવેદનોની અમે ઘોર નિંદા કરીએ છીએ. આ ખૂબ બેજવાબદાર નિવેદનો છે. રવીશ કુમાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રને પાકિસ્તાનનાં મંત્રી શિરેન મઝારીએ લખેલા પત્ર અંગે જણાવતા કહેવામાં આવ્યું […]

Top Stories India
ravish kumar mea MEA, રવીશ કુમારે આ રીતે પાકિસ્તાનનો બરોબરનો ઊધડો લઇ નાંખ્યો

વિદેશ મંત્રાલય અને MEA રવીશ કુમાર દ્વારા પાકિસ્તનનો રીત સરનો ઊધડો લઇ લેવામાં આવ્યો છે. રવીશ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતની આંતરિક બાબતો અંગે પાકિસ્તાની નેતૃત્વ દ્વારા તાજેતરનાં નિવેદનોની અમે ઘોર નિંદા કરીએ છીએ. આ ખૂબ બેજવાબદાર નિવેદનો છે.

રવીશ કુમાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રને પાકિસ્તાનનાં મંત્રી શિરેન મઝારીએ લખેલા પત્ર અંગે જણાવતા કહેવામાં આવ્યું હતું કે, આ પત્ર પર જે કાગળ પર લખાયો હતો તે, પણ યોગ્ય નથી. આ વિશે(પત્ર) પ્રતિક્રિયા આપીને અમે તેને શ્રેય આપવા માંગતા નથી.

રવીશ કુમાર તે પણ સ્પષ્ટ કર્યું હતું કે આપણે જાણીએ છીએ કે, તે કદાચ કેટલાક અસ્થાયી ધોરણે બંધ ક્ષેત્રો હતા, ત્યાં નોટમ (એરમેનને નોટિસ) આપવામાં આવી છે અને તે પણ અમુક સમયગાળા માટે જારી કરવામાં આવી હતી. બાકી પાકિસ્તાન તરફથી એર સ્પેસ બંધ થવાની પુષ્ટિ કરતું કોઈ નિવેદન આવ્યું નથી. જે પણ બેજવાબદારી ભરેલું વલણ જ કહેવાય.

જમ્મુ અને કાશ્મીર મામલે પ્રકાશ પાડતા MEA રવિશ કુમારે જણાવ્યું કે, કાશ્મીરમાં એક પણ ઘટનામાં કોઈ હોસ્પિટલમાં દવા કે કોઈ નિકાલજોગ વસ્તુની અછત નોંધાઈ નથી. એક પણ જીવ ગુમાવ્યો નથી, એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. જમીન પર પરિસ્થિતિમાં ક્રમિક પરંતુ સકારાત્મક સુધારો થયો છે.

પાકિસ્તાન પર સીધા પ્રહાર કરતા રવીશ કુમાર દ્વારા ટાંકવામાં આવ્યું કે, આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન આતંકનો ઉપયોગ રાજ્યની નીતિ તરીકે કરે છે અને દરેક વખતે અમે તેમને અમારી ચિંતાઓથી વાકેફ કર્યા છે. અમને એવી માહિતી મળી છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે માંગણી કરીએ છીએ કે પાકિસ્તાન તેના દેશમાં અને . તેની માટી પર કાર્યરત આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવી જ જોઇએ.

પાકિસ્તાનને શાનમાં સમજાવતા રવીશ કુમાર ઉમેર્યું કે, હવે (પાકિસ્તાન) સામાન્ય પડોશીની જેમ વર્તન કરવાનું શરૂ કરવું જરૂરી છે. સામાન્ય પડોશીઓ શું કરે છે? તે આતંકવાદીઓને કોઈ પડોશી દેશમાં ઘૂસાડતા નથી, તે સામાન્ય રીતે વાતો કરો છો, સામાન્ય રીતે વેપાર કરે છે. પરંતુ આમા આવું કશું જ નથી જે પાકિસ્તાનથી થઈ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.