ઉત્તર પ્રદેશ/ ચાર હાથ ચાર પગવાળા બાળકનો જન્મ, લોકોએ કહ્યું- ભગવાન આવ્યા.

બાળકના જન્મનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના હરદોઈથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથવાળા બાળકને જન્મ આપ્યો છે.

Top Stories India
God

બાળકના જન્મનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના હરદોઈથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથવાળા બાળકને જન્મ આપ્યો છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ થોડા સમય પછી બાળકને લખનૌની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. બીજી તરફ બાળકની હાલતની જાણ થતાં જ હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા.

વાસ્તવમાં આ ઘટના હરદોઈ જિલ્લાના શાહબાદ સીએચસીની છે. રિપોર્ટ અનુસાર, શનિવારે મોડી રાત્રે એક મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળા બાળકને જન્મ આપ્યો. નોર્મલ ડિલિવરીમાં જન્મેલા આ બાળકના ચાર હાથ અને ચાર પગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલા તો ડોક્ટરોની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ પછી તેઓએ આનું સંભવિત કારણ પણ જણાવ્યું.

રિપોર્ટ અનુસાર, આ બાળક કરીના અને સંજયનું છે, જે શાહબાદના મંગલીપુરના રહેવાસી છે. જન્મ પછી જ્યારે પરિવારના સભ્યોએ બાળકને જોયું તો તેઓને વિશ્વાસ ન થયો અને તેઓ પરેશાન થઈ ગયા. ત્યારબાદ ડોક્ટરોએ કહ્યું કે આ જોડિયા બાળકોના જન્મનો મામલો છે, પરંતુ બીજા બાળકનું શરીર યોગ્ય રીતે વિકસિત થઈ શક્યું નથી, જેના કારણે એક બાળકના હાથ અને પગ વધારાના હતા.

બીજી તરફ બાળક વિશે લોકોને જાણ થતાં જ હોસ્પિટલમાં ભીડ જામવા લાગી હતી. બાળકની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ કહ્યું કે લાગે છે કે ભગવાન આવ્યા છે. હાલમાં ડોકટરોએ સાવચેતીના પગલા તરીકે બાળકને શાહબાદથી હરદોઈ અને ત્યારબાદ લખનઉ સારવાર માટે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો:ખતરાની ઘંટડી વાગી! ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો