Not Set/ IND v/s SA : ભારતે બીજી વન-ડેમાં મેળવી શાનદાર જીત, સિરીઝમાં હાંસલ કરી ૨-૦ની લીડ

સેન્ચુરિયન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. બીજી વન-ડે મેચ ભારતીય ટીમે ૯ વિકેટે આશાન વિજય મેળવી સિરીઝમાં ૨-૦ની લીડ હાંસલ કરી લીધી છે.આફ્રિકા દ્વારા આપવામાં આવેલા ૧૧૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૧ વિકેટના નુકશાને આ સ્કોરને વટાવી […]

Top Stories

સેન્ચુરિયન,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. બીજી વન-ડે મેચ ભારતીય ટીમે ૯ વિકેટે આશાન વિજય મેળવી સિરીઝમાં ૨-૦ની લીડ હાંસલ કરી લીધી છે.આફ્રિકા દ્વારા આપવામાં આવેલા ૧૧૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ૧ વિકેટના નુકશાને આ સ્કોરને વટાવી દીધો હતો. ભારત તરફથી ઓપનર શિખર ધવને અડધી સદી ફટકારી હતી જયારે કેપ્ટન કોહલીએ ૪૫ અને રોહિત શર્મા ૧૫ ફટકારી રબાડાનો શિકાર બન્યો હતો.

આ પહેલા ભારતીય બોલરો સામે આફ્રિકન બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી અને પૂરી ટીમ માત્ર ૧૧૮ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય સ્પિનર યજુવેન્દ્ર ચહલે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રથમવાર ૫ વિકેટ ઝડપી હતી જયારે કુલદીપ યાદવે ૩, ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો ઓપનર હાશિમ અમલના રૂપમાં લાગ્યો હતો. અમલા ૨૩ રન બનાવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિકેટકીપર ડી કોક ૨૦ રન બનાવી આઉટ થયો હતો જયારે લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી અને કેપ્ટન અડેન માર્કરમને ૮ અને ડેવિડ મિલરને ખાતું ખોલ્યા વગર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ જે પી ડયુમીની ૨૫, ખાયા ઝોન્ડો ૨૫ જયારે રબાડા અને મોર્ની મોર્કલે ૧-૧ રન બનાવીને આઉટ થયા હતા. આફ્રિકન ટીમના ૫ બેટ્સમેન ડબલ રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હતા.

ટોસ જીતીને બોલિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જયારે દક્ષિણ આફ્રિકન ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થયા બાદ તેની જગ્યાએ ખાયા જોન્ડો અને તબરેજ શામ્સીને સ્થાન આપવામાં આવ્યું છે જયારે આંદીલે ફેહુલક્વાયોની બાદબાકી કરવામાં આવી છે.

બીજી બાજુ સેન્ચુરિયનના ગ્રાઉન્ડમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. આ ગ્રાઉન્ડમાં રમાયેલી ૧૧ વનડે માંથી ૪માં જીત હાંસલ કરી છે જ્યારે ૫ હાર્યું છે. આ મેદાન પર જ ભારતે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.