Gandhinagar News/ ગાંધીનગર PDEU પાસે B.Tech વિદ્યાર્થીનું 11મા માળેથી મોત, મિત્ર સાથે વાત બાદ મોબાઈલ મૂકી રહસ્યમય રીતે ઝંપલાવ્યું

ગાંધીનગરના PDEU નજીક વિનાયક સરલ કોટિયાર્ડમાં અમદાવાદના 19 વર્ષીય B.Tech વિદ્યાર્થીનું 11મા માળેથી પટકાતા મોત (B.Tech Student Death) થયું. મિત્ર સાથે ફોન પર વાત કર્યા બાદ યુવકે મોબાઈલ પાળી પર મૂક્યો હતો. ઇન્ફોસિટી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
B.Tech Student Death: B.Tech વિદ્યાર્થીના મોતનું રહસ્ય ઘેરાયું, છેલ્લી વાત કરનાર મિત્રની પૂછપરછ થશે

Gandhinagar News: ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં PDEU યુનિવર્સિટી નજીક આવેલી વિનાયક સરલ કોટિયાર્ડ પ્રીમિયમ રેસિડેન્શિયલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે B.Techનો અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી દેવર્ષ દીક્ષિતનું 11મા માળેથી નીચે પટકાતા મોત (B.Tech Student Death) થયું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકે ઘટનાની પહેલાં પોતાના મિત્ર સાથે મોબાઈલ પર લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ મોબાઈલ પાળી પર મૂકીને તેણે રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવ્યું હતું. સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોત (B.Tech Student Death)નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાથી પરત આવ્યા બાદ ગાંધીનગર પહોંચ્યો

પોલીસ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક દેવર્ષના પિતા અજયભાઈ દીક્ષિતનો વિનાયક સરલ કોટિયાર્ડમાં 11મા માળે ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ હાલમાં એક એરલાઇન પાયલોટને ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.2 ઓગસ્ટના રોજ દેવર્ષ પોતાના મામા સાથે કોઈ કામ માટે વડોદરા ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે મામાને અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ઉતાર્યા હતા. ત્યારબાદ તે પોતાના ઘરે જવાને બદલે સીધો ગાંધીનગર સ્થિત પિતાના ફ્લેટ પર પહોંચ્યો હતો.

B.Tech Student Death: મિત્ર સાથે લાંબી વાત કર્યા બાદ ઘટના

પોલીસ તપાસ મુજબ, ફ્લેટ પર પહોંચ્યા સમયે ભાડુઆત પાયલોટ પોતાની નોકરી પર હોવાથી ઘરે હાજર નહોતા. ત્યારબાદ મોડી રાત્રે દેવર્ષે પોતાના મિત્ર રોનિત સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી.વાત પૂર્ણ થયા બાદ તેણે મોબાઈલ ફોન પાળી પર મૂક્યો હતો અને ત્યારબાદ 11મા માળેથી નીચે પડ્યો હતો. ઘટનાના ચોક્કસ કારણ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

સોસાયટીના રહીશો અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા

અચાનક અવાજ આવતા સોસાયટીના સુરક્ષા કર્મચારીઓ અને રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત (B.Tech Student Death) થયું હતું.ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારના નિવેદન અને મોબાઈલ તપાસ ચાલુ

ઇન્ફોસિટી પોલીસના PSI એ. આઈ. મૂલીયાણાએ જણાવ્યું હતું કે ઘટના રાત્રિના સમયે બની હોવાથી સોસાયટીના લોકો પાસેથી વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. પરિવારના નિવેદન પણ નોંધવાના બાકી છે.પોલીસે મૃતકનો મોબાઈલ ફોન કબજે લીધો છે. છેલ્લે વાત કરનાર મિત્ર રોનિત સહિત અન્ય પરિચિતોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મોત પાછળનું કારણ હજુ અકબંધ

યુવક પોતાના ઘરે જવાને બદલે અચાનક ગાંધીનગરના ફ્લેટ પર કેમ પહોંચ્યો અને ત્યારબાદ આ પગલું કેમ ભર્યું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પરિવાર હાલ શોકમાં હોવાથી પોલીસ આગળની તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડર ગ્રુપની અન્ય એક સોસાયટી વિનાયક સ્કાય ડેકમાં પણ ઓગસ્ટ 2023માં 12મા માળેથી પડવાથી એક યુવકનું મોત (B.Tech Student Death) થયું હતું.


આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં શિશુકુંજ સ્કૂલના ક્લાર્કનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:સુરતમાં કરૂણાંતિકા: 50 લાખના દેવામાં ડૂબેલા દત્તક પુત્રએ માતાની હત્યા બાદ કર્યો આપઘાત

આ પણ વાંચો:રાજકોટ સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો