અમદાવાદ
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલલું પ્લાસ્ટિકના ગોડાઉમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ગણતરીના સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અને લોકમાં અફરાતફરી મચી ગઇ હતી. જેથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ લોકોએ પોલીસ તેમજ ફાયરની ટીમને ઘટના અંગે જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં ફાયટરની 8 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવાય હતી. મહત્વનું છે કે આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ ખાસ વાત તો એ છે કે આ આગથી કોઈ જ જાનહાની થઇ નથી જેથી લોકીઓએ રાહત અનુભવી હતો.
