Ahmedabad News: અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ (Judges Bungalow Road Theft) પર આવેલા કદમ કોમ્પ્લેક્સમાં ‘ચોઇસ પાન પાર્લર’ને તસ્કરોએ નિશાન (Pan Parlour Theft) બનાવ્યું હતું. મોડી રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો રૂ.48 હજારની રોકડ અને રૂ.26,400ની કિંમતની સિગારેટ સહિત કુલ રૂ.74,400ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મોડી રાત્રે ચાર શખ્સો દુકાન પાસે આવ્યા હતા. અંધારાનો લાભ લઈ તેમણે દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કર્યું અને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કેશ કાઉન્ટર એટલે કે ગલ્લામાં રાખેલી રોકડ રકમ અને સિગારેટના પેકેટો ચોરી લીધા હતા.
Pan Parlour Theft: સવારે કર્મચારીઓ પહોંચતા ચોરીની જાણ થઈ
સવારે દુકાનના કર્મચારીઓ નિયમિત રીતે દુકાને પહોંચ્યા ત્યારે શટર વાંકું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં ગલ્લામાંથી રૂ.48 હજાર રોકડ તેમજ રૂ.26,400ની કિંમતની સિગારેટ (Pan Parlour Robbery) ગાયબ હોવાનું જણાયું હતું. કુલ રૂ.74,400ની ચોરી થતાં દુકાન સંચાલકને જાણ કરવામાં આવી હતી. દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. ફૂટેજમાં ચાર શખ્સો શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશતા અને ચોરી કરતા જોવા મળ્યા હતા. આ CCTV ફૂટેજ હવે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે.
વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી
ઘટના અંગે પાન પાર્લરના (Choice Pan Parlour Theft) સંચાલકે વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજના આધારે ચારેય શખ્સોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: નિકોલમાં તસ્કરોનો આતંક! બંધ મકાનની બાલ્કનીમાંથી ઘૂસ્યા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી
આ પણ વાંચો: કેશોદમાં મધરાતે તસ્કરોનો આતંક! 2 બાઇક ઉઠાવી, દુકાનના તાળા તોડી રોકડ-સામાનની ચોરી
આ પણ વાંચો: 3ની ક્ષમતાની લિફ્ટમાં 7 લોકો! સુરતમાં બીજા-ત્રીજા માળ વચ્ચે અટવાયા, અડધા કલાકે બચાવ
