Junagadh News/ કેશોદમાં મધરાતે તસ્કરોનો આતંક! 2 બાઇક ઉઠાવી, દુકાનના તાળા તોડી રોકડ-સામાનની ચોરી

Junagadh Keshod Theft: જૂનાગઢના કેશોદની યોગેશ્વર ધામ સોસાયટીમાં એક જ રાત્રે બે બાઇક અને કરિયાણાની દુકાનમાં ચોરી થઈ. બે બુકાનીધારી તસ્કરો CCTVમાં કેદ થયા છે.

Top Stories Gujarat Others
Junagadh Keshod Theft: એક જ રાત્રે 2 બાઇક અને દુકાનમાં ચોરી

Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં યોગેશ્વર ધામ (Yogeshwar Dham Society) સોસાયટી વિસ્તારમાં ચોરીના (Junagadh Keshod Theft) બનાવોથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. ગત રાત્રે તસ્કરોએ એક જ વિસ્તારમાં બે બાઇક અને કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બે બુકાનીધારી શખ્સો દેખાઈ રહ્યા છે.

એક જ રાત્રે બે બાઇકની ચોરી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તસ્કરો સોસાયટી વિસ્તારમાંથી ઘરની બહાર પાર્ક કરાયેલા બે ટુ-વ્હીલર (Keshod Bike Theft) ચોરી ગયા હતા. આ ઉપરાંત રેલવે ટ્રેક નજીકના વિસ્તારમાંથી પણ બાઇક ચોરાયાની માહિતી સામે આવી છે. એક જ રાત્રે વાહનોની ચોરી થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. તસ્કરોએ પાછળની શેરીમાં આવેલી કરિયાણાની દુકાનને પણ નિશાન બનાવી હતી. રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી હતી.

Junagadh Keshod Theft: CCTVમાં બે બુકાનીધારી કેદ

ચોરીની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં બે શંકાસ્પદ બુકાનીધારી વ્યક્તિઓ ચોરી કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ પોલીસને CCTVના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે.

“અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે”

રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એકથી બે મહિનામાં સોસાયટી વિસ્તારમાં ચોરીના એકથી વધુ બનાવો બની ચૂક્યા છે. અંદાજે 15 દિવસ પહેલાં નજીકના મંદિરમાંથી દાનપેટીની ચોરી થયાનો પણ સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે.

રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ

વારંવાર ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. રહેવાસીઓએ કેશોદ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા, CCTVના આધારે આરોપીઓને ઝડપી પાડવા તેમજ ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવાની માંગ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: 3ની ક્ષમતાની લિફ્ટમાં 7 લોકો! સુરતમાં બીજા-ત્રીજા માળ વચ્ચે અટવાયા, અડધા કલાકે બચાવ

આ પણ વાંચો: LIVE: અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, 23 કરોડ લિટર પાણી થશે સંગ્રહ

આ પણ વાંચો: શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત