Gujarat News/ LIVE: અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, 23 કરોડ લિટર પાણી થશે સંગ્રહ

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે. અમરેલીના દુધાળામાં ‘હેતની હવેલી’ સરોવરનું લોકાર્પણ…અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની તૈયારીઓની સમીક્ષા કરશે.

Gujarat Top Stories Others
Amit Shah: અમિત શાહનો ગુજરાતમાં ઝંઝાવાતી પ્રવાસ! અમરેલીથી અમદાવાદ સુધી 5 મોટા કાર્યક્રમો

Amreli News: અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે આજે 27 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કરવામાં આવ્યું. પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે તૈયાર કરાયેલું આ સરોવર 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. રૂ.4 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સરોવરમાં આશરે 23 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. વરસાદને કારણે હાલ સરોવર પાણીથી ભરાઈ ગયું છે.

LIVE UPDATE | અમિત શાહનું સંબોધન શરૂ

‘ભારતમાતાની જય’ના નારા સાથે અમિત શાહે સંબોધનની શરૂઆત કરી
દક્ષિણ ગુજરાતમાં ધર્મ પરિવર્તનના મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, ગોવિંદકાકાએ હનુમાન મંદિરનું નિર્માણ કરીને સનાતન ધર્મને આગળ વધાર્યો હોવાનું જણાવ્યું.
નરેન્દ્ર મોદીના આવ્યા બાદ એકપણ વખત દુકાળ પડ્યો નથી, અમિત શાહનો દાવો.
2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્ર પાણીથી તરબોળ થઈ ગયું: અમિત શાહ
“સરોવરનું લોકાર્પણ કરીને માત્ર મનમાં જ નહીં, આત્મામાં પણ આનંદની અનુભૂતિ થઈ”

ખારાપાટ વિસ્તારમાં જળસંચયની શરૂઆત

દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ વિસ્તાર ખારાપાટ તરીકે ઓળખાતો હતો અને પાણીની અછતને કારણે ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડતી હતી. રાજ્ય સરકારના સહયોગથી ગાગડિયા નદી અને આસપાસના નદી-નાળામાં પાણી રોકવા ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગાગડિયા નદીના આશરે 57 કિલોમીટરના પટમાં 40 જેટલા ચેકડેમ અને સરોવર તૈયાર કરવામાં આવ્યા છે.

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 208 જેટલા સરોવર બનાવવાનું કામ હાથ ધરાયું છે, જેમાંથી 198 સરોવરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ જળસંચય અને જળસ્રોતોને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે.

‘મારા માટે એક સરોવર બાકી રાખજો’ : સવજી ધોળકિયા

સવજી ધોળકિયાએ જણાવ્યું કે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે અમિત શાહે અગાઉ તેમને એક સરોવર પોતાના માટે બાકી રાખવાનું કહ્યું હતું, જેના પગલે ભારત માતા સરોવરની બાજુમાં આ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. આજે તેના લોકાર્પણથી દુધાળા અને સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.