પ્રતિક્રિયા/ નવા સીએમની જાહેરાત બાદ નીતિન પટેલે નિવેદન આપવાનું કેમ ટાળ્યું, જાણો..

નીતિન પટેલેના નિવેદન પર સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા કે તેમનું પત્તુ કપાઇને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવતા તેમનું રિએક્શન કેવુ હશે

Top Stories

મુખ્યમંત્રી માટે સૌથી પ્રબળ દાવેદાર ગણાતા નીતિન પટેલ પર હાલ સૌથી મીટ મડાઈ છે. રાજીનામાં બાદ તમામ જગ્યાએ જો કોઈ નામ ગુજરાતના મુખ્યમંત્રી માટે ચર્ચાતું હોય તે નીતિન પટેલનું હતું પણ ભાજપ મોવડી મંડળે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારી છે. કમલમ ખાતેના કાર્યક્રમ પૂરો થયા બાદ નીતિન પટેલ કમલમ છોડી મહેસાણા જવા રવાના થયા છે. નવા CMની જાહેરાત બાદ નીતિન પટેલે નિવેદન આપવાનું ટાળ્યું છે.

ભાજપના કમલમ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ નીતિન પટેલ સીધા મહેસાણા જવા રવાના થઈ ગયા હતા. સુત્રોના જણાવ્યાં અનુસાર મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી તે મહેસાણા ગયા છે. નવા સીએમની જાહેરાત બાદ નીતિન પટેલેના નિવેદન પર સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા કે આ રીતે તેમનું પત્તુ કપાઇને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવતા તેમનું રિએક્શન કેવુ હશે. પરંતુ નીતિન પટેલે નવા મુખ્યમંત્રીને શુભેચ્છા તો પાઠવી પણ વધુ બોલવાનું ટાળ્યું હતું. વિધાનસભાની આવી રહેલી ચૂંટણી શું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડશે તેવો પ્રશ્ન પુછતાં નીતિન પટેલે કહ્યું હતું કે જે મુખ્યમંત્રી હોય તેનો ચહેરો આગળ રાખી ચૂંટણી લડાય તે સ્વાભાવિક છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિજય રૂપાણી સાથે તમામ મંત્રીનું પણ રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. નવી સરકાર બને ત્યાં સુધી જ તમામ મંત્રીઓ તેમનો કાર્યભાર સંભાળી શકશે. ત્યારે અન્ય સમાજને પણ તક આપવા માટે નીતન પટેલને ઉત્તરાખંડના રાજ્યપાલ પદની ઓફર કરવામાં આવી હોવાની અટકળો પણ ચાલી રહી છે. તેના પરથી એવુ લાગી રહ્યું છે કે ગુજરાતને  મોટાભાગના ચહેરા નવા મળી શકે  છે.

 ભાજપ છેલ્લા સમયે જ હુકમનો એક્કો કાઢવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. જે નામોની ચર્ચા ચાલી રહી હતી તેને સાઇડ પર રાખીને બહારના નામને ગુજરાતના સીએમ તરીકે પસંદ કર્યા છે. રૂપાણીના રાજીનામાં બાદ તમામ જગ્યાએ જો કોઈ નામ ગુજરાતના મુખ્યમંત્રી માટે ચર્ચાતું હોય તે નીતિન પટેલનું હતું. ગુજરાતના મુખ્યમંત્રી બનવાની રેસમાંથી નીતિન પટેલ આઉટ થયા બાદ ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. હાલ તો એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નીતિન પટેલ મહેસાણા જવા રવાના થઈ ગયા છે.