T20 Team/ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, મોહમ્મદ શમીની વાપસી- આ ખેલાડીઓને મળી જગ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

Top Stories India Sports

Sports News : ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શમી લગભગ 2 વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. રિષભ પંતને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં તક મળી નથી.

મોહમ્મદ શમી પાછો ફર્યો

મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023 બાદ પહેલીવાર વાપસી કરી રહ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ તે રણજી ટ્રોફી અને T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. આ સિવાય તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. તેના ઘૂંટણમાં સોજાને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી.

https://twitter.com/BCCI/status/1878092136060506145?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1878092136060506145%7Ctwgr%5E2eeca7320e5110cbc3977cfbce8bac3b9b523d7c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FBCCI%2Fstatus%2F1878092136060506145

ધ્રુવ જુરેલને તક મળી

રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું નથી. ધ્રુવ જુરેલને ટીમમાં બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઈનફોર્મ સંજુ સેમસન પ્રથમ પસંદગી હશે. રિષભ પંતને સ્થાન મળ્યું નથી. આ સિવાય ગિલને પણ તક મળી નથી. ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે રિયાન પરાગને ટીમમાં તક મળી નથી.

ટી20 શ્રેણીનું શેડ્યૂલ
ક્રમદિવસતારીખસમયમેચસ્થળ
1બુધવાર22-જાન્યુઆરી-25સાંજે 7:00 કલાકેપ્રથમ ટી20કોલકાતા
2શનિવાર25-જાન્યુઆરી-25સાંજે 7:00 કલાકેબીજી ટી20ચેન્નાઈ
3મંગળવાર28-જાન્યુઆરી-25સાંજે 7:00 કલાકેત્રીજી ટી20રાજકોટ
4શુક્રવાર31-જાન્યુઆરી-25સાંજે 7:00 કલાકે4થી T20પુણે
5રવિવાર02-ફેબ્રુઆરી-25સાંજે 7:00 કલાકે5મી ટી20 એમુંબઈ

ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમઃ

સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યા આ 6 મોટા રેકોર્ડ

આ પણ વાંચો: ગુજરાતના ઉર્વિલ પટેલે પંતનો તોડ્યો રેકોર્ડ, T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો

આ પણ વાંચો: વિક્રમોની વણઝાર રચી ભારતે સાઉથ આફ્રિકાને 135 હરાવી T20 શ્રેણી 3-1થી જીતી