Not Set/ કોરોનાના કહેર વચ્ચે પાંચ રાજ્યોમાં 44 ટકા થી વધારે રસીનો બગાડ : સ્વાસ્થ્ય સચિવે આપ્યા ચોંકાવનારા આંકડાઓ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે, વિશ્વભરના સાત ખંડોમાં આવેલા મોટાભાગના દેશો કોરોના મહામારી નો સામનો કરી રહ્યા છે તેની વચ્ચેકોરોનાથી બચવા માટે વૈજ્ઞાનિકોએ પ્રચંડ પુરુષાર્થથી વેકસીન તૈયાર કરેલી પણ આ

India

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે, વિશ્વભરના સાત ખંડોમાં આવેલા મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે તેની વચ્ચેકોરોનાથી બચવા માટે વૈજ્ઞાનિકોએ પ્રચંડ પુરુષાર્થથી વેકસીન તૈયાર કરેલી પણ આ વેકસીનનો યોગ્ય ઉપયોગ થવાને બદલે બરબાદ થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને આ મુદો ખુદ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ઉઠાવ્યો હતો.દેશમાં 6.5 ટકા અને પાંચ રાજયોમાં 44 ટકાથી વધુ કોરોના વેકસીન બરબાદ થઈ છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વેકસીન બરબાદ થવાનો મુદો ઉઠાવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે. મંત્રાલયે એ રાજયોની એક રિપોર્ટ તૈયાર કરી છે જયાં સૌથી વધુ વેકસીન બરબાદ થઈ છે.

આ રાજયોમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ ઉપરાંત કર્ણાટક, ઉતરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. દેશમાં કુલ બરબાદ થયેલી વેકસીનમાં 44 ટકાથી પણ વધુ આ પાંચ રાજયો વેકસીન બરબાદ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવે જણાવ્યું હતું કે દેશમાં હજુ વેકસીન બરબાદ થવાનો રાષ્ટ્રીય દર 6.5 ટકા છે. રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે પીએમની બેઠકમાં વેકસીનના ડોઝ બરબાદ થવાના ઉઠાવાયેલા મુદા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક રાજયોને નિર્દેશ આપવા અને વેકસીનનો ડોઝ બરબાદ થતો રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે દરેક રાજયને ડોઝ બરબાદ થવાના દરને શૂન્ય સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવું પડશે. તેલંગાણામાં અત્યાર સુધીમાં 17.6 ટકા, આંધ્રપ્રદેશમાં 11.6 ટકા ઉતરપ્રદેશમાં 9.4 ટકા, કર્ણાટકમાં 6.9 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 6.6 ટકા વેકસીનના ડોઝ બરબાદ થઈ ચૂકયા છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ ડોઝ બરબાદ થઈ ગયા છે.