kerala news/ ‘ખોટા આરોપોથી જીવન બરબાદ થાય છે’, હાઈકોર્ટે કહ્યું, ‘સંસદે ખોટા આરોપો કરવા પર સજાની જોગવાઈમાં સુધારો કરવો જોઈએ’

વ્યક્તિને ભારે દંડની સાથે લાંબા સમય સુધી જેલની સજા ભોગવવી પડી શકે છે.

Top Stories India Breaking News

Kochi News: કેરળ હાઈકોર્ટે (Keral Highcourt) પુત્રવધૂ પર ખોટા આરોપો લગાવનાર સસરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ખોટા આરોપો લગાવવાના કેસમાં નિર્ધારિત અસમાન સજા પ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે ખોટા આરોપોને (False Allegations) કારણે જીવન બરબાદ થઈ શકે છે. વ્યક્તિને ભારે દંડની સાથે લાંબા સમય સુધી જેલની સજા ભોગવવી પડી શકે છે.

False Allegation - Free of Charge Creative Commons Legal 1 image

કેરળ હાઈકોર્ટે સોમવારે ખોટા આક્ષેપો કરવા બદલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ સહિત વિવિધ કાયદાઓ હેઠળ નિર્ધારિત અસમાન સજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમ પણ કહ્યું કે સંસદે ખોટા આરોપો માટે સજાની જોગવાઈઓમાં રહેલી છટકબારીઓ દૂર કરવી જોઈએ. જસ્ટિસ પીવી કુન્નીકૃષ્ણનની બેન્ચે નારાયણ દાસ નામના વ્યક્તિની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા આ ટિપ્પણીઓ અને સૂચનો આપ્યા હતા.

Do's and Don'ts of Being Falsely Accused of a Crime | MVSK Law

ખોટો આરોપ તમારું જીવન બરબાદ કરી શકે છે

નારાયણ દાસે તેમની વહુ શીલા સની પર ડ્રગ્સ રાખવાનો ખોટો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેમને 72 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હાઈકોર્ટે તેની રજિસ્ટ્રીને આ મામલે પોતાનો આદેશ કેન્દ્ર સરકારને આગળની કાર્યવાહી માટે મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. એમ પણ કહ્યું કે ખોટા આરોપો જીવનને બરબાદ કરી શકે છે, તેથી ખોટા આરોપો કરનાર વ્યક્તિને જવાબદાર ઠેરવવો જોઈએ. બેન્ચે કહ્યું કે ખોટા આરોપમાં ફસાયેલી વ્યક્તિને લાંબી કેદ અને ભારે દંડ થઈ શકે છે, પરંતુ ખોટો આરોપ મૂકનાર વ્યક્તિને માત્ર બે વર્ષની જેલ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેરળમાં બોયફ્રેન્ડને ઝેર આપીને મોતને ઘાટ ઉતારનાર ગર્લફ્રેન્ડને ફાંસીની સજાની માંગ

આ પણ વાંચો:કેરળમાં સગીરાના જાતીય શોષણની કંપારી છૂટી જાય તેવી કહાણી

આ પણ વાંચો:કેરળમાં ભૂસ્ખલનમાં 270નાં મોત, ગૃહ મંત્રીએ શું કહ્યું…