PATNA NEWS/ સંતોષ માટે ઘણી મહિલા શ્વાન સાથે સૂવે છે’ સંસદમાં શ્વાન સાથે આવેલા રેણુકા ચૌધરી પર ભાજપ MLAનું શરમજનક નિવેદન

રેણુકા ચૌધરીનું સંસદમાં શ્વાન સાથે આવવા અંગે વિવાદ ,RJD પ્રવક્તા એજાઝ અહેમદે કહ્યું, ભાજપના ધારાસભ્યએ મહિલાઓનું અપમાન કર્યું છે

India NATIONAL
રેણુકા ચૌધરીનું સંસદમાં શ્વાન લાવવા અંગે વિવાદ

Patna News : દિલ્હી સંસદમાં શ્વાન અને મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના શ્વાનને લઈ જવા પર પટનામાં બુધવારે વિધાનસભા બહાર સવાલ કરાયો હતો. જેમાં તેમણે બિહારના મોતિહારીથી ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું મહિલાઓ પર શરમજનક નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીમાં સાંસદ રેણુકા ચૌધરીના સંસદમાં શ્વાનને લઈને પહોંચવા પર તેમને બુધવારે પટનામાં વિધાનસભાની બહાર સવાલ કરવામાં આવ્યો ત્યારે ઘણી બધી મહિલાઓ છે, જે સંતોષ માટે શ્વાન સાથે સૂવે છે. મોબાઈલ પર પણ જોઈ લેજો. ત્યાં તમને આ બધું મળી જશે,એમ કહ્યું હતું.

આ નિવેદન બાદ આરજેડીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. RJDના પ્રવક્તા પ્રિયંકા ભારતીએ વીડિયો શેર કરીને લખ્યું હકું કે શું મોદીજીને સંતોષ ત્યારે મળે છે જ્યારે તેમના પાળેલા નેતાઓ મહિલાઓને લઈને અભદ્ર ટિપ્પણી કરે છે.

લોકો પણ સોશિયલ મીડિયા પર નિવેદનને લઈને કોમેન્ટ્સ કરે છે. ધારાસભ્ય સામે કાર્યવાહીની તેમણે માંગણી કરી છે. નેતાઓએ વિચારીને નિવેદનો આપવા જોઈએ, એમ પણ વોકોએ કહ્યું હતું.

રેણુકા ચૌધરી 1 ડિસેમ્બરે શ્વાન સાથે પહોંચ્યા હતા

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી 1 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદમાં શ્વાન લઈને સંસદ પરિસરમાં પહોંચી ગયા હતા. જેને લઈને ભાજપના સાંસદોએ સખત વિરોધ નોંધાવ્યો હતો.

તેઓ સંસદમાં શ્વાન કેમ લાવ્યા છે,એમ પુછતા,રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે – સરકારને પ્રાણીઓ પસંદ નથી. આમાં શું વાંધો છે?બિલકુલ નાનું અને નુકસાન ન પહોંચાડનારું આ પ્રાણી છે. ડંખ મારનારા અને કરડનારા સંસદમાં બેઠા છે.

રેણુકા ચૌધરી શ્વાન લઈને સંસદમાં આવ્યા, તે ખોટું છે, એમ ભાજપના સાંસદ જગદંબિકા પાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું. તેમના પર કાર્યવાહી થવી જોઈએ. વિશેષાધિકારનો અર્થ દુરુપયોગ નથી થતો.

ભાજપના ધારાસભ્યના નિવેદન પર રાજકીય પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રવક્તા ડો. સ્નેહાશીષ વર્ધને કહ્યું, ‘ભાજપના ધારાસભ્યનું આ નિવેદન અત્યંત શરમજનક છે, એમ કોંગ્રેસ પ્રવક્તા ડો. સ્નેહાશીષ વર્ધને કહ્યું હતું. આ ભાજપ અને RSS ની માનસિકતા અને સંસ્કારોનો પરિચય આપે છે. મહિલાઓને લઈને તેમના મનમાં જે ભાવના છે તે તેમની જીભ પર આવી ગઈ છે. તેમને તાત્કાલિક માફી માંગવી જોઈએ.’

RJD પ્રવક્તા એજાઝ અહેમદે કહ્યું, ભાજપના ધારાસભ્યએ મહિલાઓનું અપમાન કર્યું છે. ભાજપના નેતાઓ કેમ ચૂપ છે તે પણ જણાવવું જોઈએ. જે કહેતી હતી કે મહિલાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે તે ભાજપની મહિલા નેતાઓ ક્યાં ગઈ. જ્યારે મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે ત્યારે તેઓ કેમ ચૂપ છે.

કોંગ્રેસ સાંસદ બોલ્યા- કયો સિક્યોરિટી કન્સર્ન

કોંગ્રેસ સાંસદે સંસદની સુરક્ષા ચિંતાને લઈને કહ્યું, ‘કયો પ્રોટોકોલ. ક્યાંય કોઈ કાયદો બન્યો છે કે શું. હું રસ્તામાં આવી રહી હતી. ત્યાં સ્કૂટર અને કારવાળાનો અકસ્માત થયો. તેની આગળ આ નાનું ગલુડિયું નીકળીને સામે આવી ગયું. આ ચારેય તરફ રસ્તા પર ફરી રહ્યું હતું. મેં વિચાર્યું કે આ પૈડા નીચે આવી જશે, તો મેં તેને ઉઠાવીને ગાડીમાં રાખી લીધું અને સંસદ આવી ગઈ અને પાછું મોકલી દીધું.’

તેમણે કહ્યું કે ગાડી પણ ગઈ અને શ્વાન પણ, તો કઈ વાતની ચર્ચા ચાલી રહી છે. અસલી ડંખ મારનારા અને કરડનારા તો સંસદમાં બેઠા છે. તેઓ સરકાર ચલાવે છે. તેનો કોઈ વાંધો નથી. અમે કોઈ મૂંગા પ્રાણીની સંભાળ રાખીએ છીએ. તે ચર્ચા બની ગઈ અને સરકાર પાસે બીજું કંઈ નથી.

સંસદમાં શ્વાન લાવવું- સંસદના નિયમોનું ઉલ્લંઘન

પાલતુ પ્રાણીઓ સંસદમાં લાવવા એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. સંસદના કાયદા મુજબ, આ સંસદ ભવન પરિસર વ્યવહાર અને આચરણ નિયમો અને લોકસભા હેન્ડબુક ફોર મેમ્બર્સ હેઠળ ખોટું છે.
1. સંસદ ભવન પરિસર વ્યવહાર અને આચરણ નિયમો આ નિયમો અનુસાર, સંસદ ભવન પરિસરમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓ, વાહનો અને સુરક્ષા-ક્લિયરન્સ પ્રાપ્ત સામગ્રી જ લઈ જઈ શકાય છે. પરિસરમાં પાલતુ પ્રાણીઓને પ્રવેશની મંજૂરી નથી.સંસદની સુરક્ષા શાખા આ નિયમ લાગુ કરે છે.

2. સદન અથવા સંસદ ભવનમાં કોઈ પણ એવી વસ્તુ, જીવ કે સામગ્રી લાવી શકાતી નથી, એમ લોકસભા હેન્ડબુક ફોર મેમ્બર્સ આ હેન્ડબુકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. જે સુરક્ષા કે મર્યાદાને અસર કરે. પાલતુ પ્રાણીઓ આ શ્રેણીમાં આવે છે, તેથી મંજૂરી નથી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: RBI માર્ગદર્શિકામાં 60 વર્ષથી વધુ ઉંમરના કોઈપણને ક્રેડિટપાત્ર ના ગણાતા કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: ચિદમ્બરમ બાદ હવે રેણુકા ચૌધરીનો વારો, છેતરપિંડીના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

આ પણ વાંચો: રેણુકા ચૌધરીનું સ્ફોટક નિવેદન : કાસ્ટીંગ કાઉચ સંસદમાં પણ થાય છે.