Not Set/ રેણુકા ચૌધરીનું સ્ફોટક નિવેદન : કાસ્ટીંગ કાઉચ સંસદમાં પણ થાય છે.

દિલ્હી, રેપ અને કાસ્ટિંગ કાઉચ પર જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનના વિવાદાસ્પદ નિવેદન આપ્યાં પછી કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ પણ સ્ફોટક નિવેદન આપ્યું છે. રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે દરેક જગ્યાએ કાસ્ટિંગ કાઉચ થાય છે અને સંસદ પણ તેનાથી બાકાત નથી. રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચની સમસ્યા માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નથી, દરેક ક્ષેત્રમાં પણ આવું જ […]

India

દિલ્હી,

રેપ અને કાસ્ટિંગ કાઉચ પર જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનના વિવાદાસ્પદ નિવેદન આપ્યાં પછી કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ પણ સ્ફોટક નિવેદન આપ્યું છે. રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે દરેક જગ્યાએ કાસ્ટિંગ કાઉચ થાય છે અને સંસદ પણ તેનાથી બાકાત નથી.

રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચની સમસ્યા માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નથી, દરેક ક્ષેત્રમાં પણ આવું જ થઈ રહ્યું છે. આ એક કડવી હકીકત છે. એવું ના માનશો કે સંસદ પણ તેનાથી બાકાત છે કે પછી અન્ય જગ્યાઓ પણ તેનાથી બાકાત છે. આ એવો સમય છે જ્યારે ભારતે અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. ક્યાં છે- મી ટૂ. આપણે ભારતીયો પણ હવે કાસ્ટિંગ કાઉચ મામલે જાહેરમાં સામે આવીએ છીએ અને કહે છે કે, મારી સાથે પણ આમ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને બળાત્કાર મામલે કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બળાત્કાર અને કાસ્ટિંગ કાઉચ થાય છે તો રોજી રોટી પણ મળે છે, જેની સાથે પણ આમ થાય છે તેને ફેંકી દેવામાં નથી આવતા, તેને કામ પણ મળે છે.

સરોજ ખાનના આ નિવેદનને લઈને વિવાદ થયો હતો અને ઠેર ઠેર તેની ટીકા થવા લાગી હતી. જો કે સરોજ ખાને પોતાના નિવેદનને લઈને માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે,જે પ્રશ્નના જવાબમાં કહ્યું તેની તો ચર્ચા જ નથી થઈ રહી. મેં શું ખોટું કહ્યું. જે હકીકત છે તે જ કહી છે. મારી વાતને લોકો ખોટી રીતે લઈ રહ્યાં છે. મેં તો ફક્ત એટલું જ કહ્યું છે કે,દરેક ધંધામાં કાસ્ટિંગ કાઉચ થાય છે. હવે તે આપણા પર છે કે શું કરવા માંગીએ છીએ ને શું નહીં. હું બળાત્કાર જેવા ગુનાઓને યોગ્ય નથી ઠેરાવતી. પરંતુ મારુ કહેવું છે કે, લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર જ કેમ આંગળી ચીંધે છે. શું આ બધું ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારની દુનિયામાં નથી થતું?