Not Set/ પ્રણબ મુખર્જીના સંબોધન બાદ સંઘમાં સભ્ય બનવાની અરજીઓમાં થયો વધારો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સંબોધન કર્યા બાદ પશ્ચીમ બંગાળના લોકોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો થઇ ગયો છે. સંઘના કાર્યક્રામ બાદ પશ્ચીમ બંગાળના લોકોમાં આરએસએસમાં જોડાવા માટે રસ એકદમ વધી ગયો છે. આ બાબતે આરએસએસ પશ્ચીમ બંગાળ યુનીટનો સંપર્ક કરાતા, સંઘના પશ્ચીમ બંગાળ યુનિટના મિડિયા પ્રભારી બિપ્લવ રોયનું કહેવાનું […]

Top Stories India

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં સંબોધન કર્યા બાદ પશ્ચીમ બંગાળના લોકોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો થઇ ગયો છે. સંઘના કાર્યક્રામ બાદ પશ્ચીમ બંગાળના લોકોમાં આરએસએસમાં જોડાવા માટે રસ એકદમ વધી ગયો છે.

આ બાબતે આરએસએસ પશ્ચીમ બંગાળ યુનીટનો સંપર્ક કરાતા, સંઘના પશ્ચીમ બંગાળ યુનિટના મિડિયા પ્રભારી બિપ્લવ રોયનું કહેવાનું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ 7 જુને આરએસએસ કાર્યક્રમમાં કરેલા સંબોધન બાદ સંઘમાં જોડાવવા માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી રહી છે. 1 જુનથી 6 જુન વચ્ચે સભ્ય થવા માટે આશરે 378 અરજીઓ મળી હતી. જયારે પ્રણબદાના સંબોધન બાદ 1779 લોકોની અરજીઓ આવી છે. 7 જુન બાદ પ્રતિ દિવસ 1200 થી 1300 અરજીઓ આવી રહી છે. જેમાં 40 ટકાથી વધારે અરજીઓ પશ્ચીમ બંગાળથી આવી રહી છે.

બિપ્લવ રોયને જયારે પૂછવામાં આવ્યું કે પ્રણબદાના સંબોધન બાદ વધારે લોકો સંઘમાં જોડાવવા માંગે છે કે શું?. ત્યારે સંઘના નેતાએ કહ્યું કે આવું કહેવું ખોટું રહેશે કે પ્રણબ મુખર્જીના સંઘમાં સંબોધનના કારણે સંઘને પ્રસિદ્ધિ માળી છે. પરંતુ સંઘ પોતાના કામોના કારણે દેશમાં પ્રસિદ્ધ થઇ રહ્યું છે. જોકે, તેમણે કહ્યું હતું કે મુખર્જીના સંઘના કાર્યક્રમમાં આવ્યા બાદ સંઘની લોકપ્રીયાતામાં થોડો વધારો થયો છે.

સંઘ નેતાએ જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા પશ્ચીમ બંગાળમાં 700 અને નોર્થ બંગાળમાં 300 શાખાઓ હતી. જે હવે વધીને 1200 અને 400 શાખાઓ પશ્ચીમ બંગાળ અને નોર્થ બંગાળમાં ચાલે છે.

આરએસએસના વરિષ્ઠ નેતા જીસાન બસુએ જણાવ્યું કે કર્ણાટક પછી પશ્ચીમ બંગાળ બીજું કે ત્રીજું છે જ્યાં લોકો વધારે સંખ્યામાં સંઘમાં જોડાઈ રહ્યા છે.