આ ઉનાળામાં નર્મદા નદીનું સ્તર નીચું જવાથી લોકો અને ખેડૂતો પાણીની સમસ્યાથી લડી રહ્યા છે તેવામાં અમુક નવી બાબતો સામે આવી છે. ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં પાણીની અછત જોવા મળી છે.
જળ સંકટ ખુબ વિશાળ પ્રમાણમાં છે. અનેક ડેમોમાં પાણીનું જળસ્તર પ્રતિદિન નીચે જતું નજર આવી રહ્યું છે. બીજી તરફ પાણીની સમસ્યાઓથી બચવા માટે રાજ્ય સરકાર લોકોને વિશ્વાસ અપાવી રહી છે કે નદીઓમાં અને ડેમોમાં ભલે જળસ્તર નીચે જાય છે પરંતુ લોકોને પાણીની મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. આમ છતાં અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ ઉપરાંત આદિવાસી વિસ્તારો જેવા કે છોટા ઉદેપુર, દાહોદ અને ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ ઘેરું બનતું જોવા મળી રહ્યું છે.

નર્મદા ડેમ જેવા રાજ્યના મુખ્ય પાણીના સ્ત્રોતો અને ડઝનબંધ અન્ય ડેમો અને જળાશયો પણ સુકાઈ જતા હોવાથી આગામી લોકો આ ઉનાળામાં આવી સમસ્યાઓથી જુજી રહ્યા છે. વ્યંગાત્મક રીતે, ચોમાસું સારું રહ્યું હોવા છતાં ગુજરાતને પાણીની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે પાણીની સમસ્યાઓમાં પાણીની ચોરી ના થાય એ અર્થે નર્મદા વિસ્તાર પર પહેરો લગાવવામાં આવી રહ્યો છે. શેરોની વાત કરવામાં આવે તો રાજ્યભરની મહાપાલિકાઓ, વરસાદી પાણીના સંચય અને ત્યાર પછીની વિતરણ વ્યવસ્થાઓમાં ગંભીર બે-દરકારી દાખવે છે. સાથોસાથ તૂટેલી પાઈપલાઈન કે કેનાલોની મરમ્મ્ત અંગે પણ આવી પરિસ્થિતિઓમાં મહાપાલિકાઓ લાપરવાહી દાખવતા હોય છે.

જળ સંપત્તિ અને સિંચાઇ મંત્રી પ્રભાત પટેલે તાજેતરમાં જ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે રાજ્યના દરેક ભાગમાં પીવાનું પાણી ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જયારે હકીકતમાં ખરી રીતે જોવા જઈએ ત્યારે ગામડાઓમાં ઘરે-ઘરે અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ પાણી આપવામાં આવે છે. રાજ્યભરના મોટા ભાગનાં ડેમમાં પાણીનો જથ્થો અપૂરતો છે. પરિણામે ખેડૂત પાકમાંને, પશુધન વગેરેને પાણી કઈ રીતે પુરવાર પડશે તેના વિચારો કરી રહ્યા છે. પાણીની કીલ્લતથી બચવા કચ્છથી માંડીને કાઠીયાવાડમાં પાણીનાં ટેંકર્સ દોડી રહયા છે.
આવી સમસ્યાઓની જાન હોવા છતાં સુરત,રાજકોટ કે કચ્છમાં જેવા શહેરોમાં જાહેરમાર્ગો પર લાખો લીટર પાણી વેડફાવાના બનાવો બની રહ્યા છે.
જયારે ઘટતા પાણીનાં આંકડા પર અને ખેડૂતો અને લોકોની સમસ્યાઓના આંકડા પર નજર કરવામાં આવે ત્યારે આંકડાઓ નજર સમક્ષ આવે છે કે ગુજરાતના 18000 ગામોમાંથી અંદાજે 4,238 જેટલા ગામડાઓ ગંભીરપણે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નર્મદા પર સરદાર સરોવર ડેમ લગભગ 105 મીટર છે જે બંધની સામાન્ય સરેરાશ સ્તરના આશરે 50% જેટલો ઓછો છે. નર્મદા ડેમમાં માત્ર 31 % જ જળ સંગ્રહ રહ્યો છે બાકી ડેમના તળિયા જાટક થઇ ગયા છે. ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ફેલાવો ચોમાસા દરમિયાન 214 કિલોમીટરનો હતો પરંતુ માર્ચ 2018 નો અંત આવતા-આવતા તે ફેલાવો ઘટીને 90 કિલોમીટર કરતાં પણ ઓછો થઈ ગયો છે અને પ્રતિદિન ઘટતો જ જાય છે. પાણીનાં સ્ત્રોતો પર નજર કરવામાં આવી તો નર્મદા નદીમાં એક વખત પાણીનાં 7 સ્ત્રોત હતા, જે હવે ઘટીને માત્ર એક જ રહ્યો છે.

રાજ્યભરમાં પારંપરિક બનેલી પાણી સમસ્યા માટે જેટલું જવાબદાર સ્થાનિક તંત્ર હશે, તેટલી જ જવાબદારી નાગરિકોની પણ બને છે. પાણીની અછત વચ્ચે, બેદરકારીથી થતો પાણીનો વેડફાટ એ નાગરિકોના પક્ષે છે. પોતાની જાતે જ જો નાગરિકો પાણીના એક -એક ટીંપા ની કિંમત નહિ સમજે, તો તેમની ભાવિ પેઢીને પણ આ જ વારસો જોવા મળવાનો છે. આપનિ સૌને માંડીને સમજવું પડશે કે પાણી સામાજિક હિત છે અને રાષ્ટ્રીય જવાબદારી છે, જેનું જતન આપણા જ હાથમાં છે આથી બને એટલો પાણીનો બગાડ ઓચ્ચો થાય તે માટે આપણે આગળ આવવું પડશે અને સમજવું પડશે કે પાણીની કિંમત અમુલ્ય છે. ત્યારે જ આ ધરોહર આપણી ભાવી પેઢી જોઈ શકશે નહીતર નિરંતર અણસમજી આમ જ પાણીનો બગાડ કરતા રહેશું તો ભાવી પેઢી પ્રાકૃતિક સંપાદનો લાભ અચૂક પણે નહિ જ લઇ શકે.
