વિસ્ફોટ/ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થતાં 4 લોકોનાં મોત 6 ઇજાગ્રસ્ત

કરાચીના ઉત્તર નજીમાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને બે મહિલાઓ સહિત છ ઘાયલ થયા

Top Stories World

કરાચીના ઉત્તર નજીમાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને બે મહિલાઓ સહિત છ અન્ય ઘાયલ થયા હતા.DIG વેસ્ટ ઝોન નાસિર આફતાબે  જણાવ્યું કે આ ઘટના અબ્દુલ્લા કોલેજ પાસેના પેટ્રોલ પંપ પર બની હતી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ ફ્યુઅલ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં થયો હતો અને તેની અસર આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. પોલીસ અધિકારીએ પણ મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે આ ઘટના અકસ્માત હોવાનું જણાયું હતું અને તોડફોડની શક્યતા નકારી હતી. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી વિસ્ફોટની તપાસ કરી રહી છે.મૃતકો અને ઘાયલોને અબ્બાસી શહીદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ પુરૂષો હતાં. નાઝિમાબાદ પોલીસના એસએચઓ અયાઝુદ્દીને જણાવ્યું હતું કે નોર્થ નાઝિમાબાદ, બ્લોક-એમાં બિકો પેટ્રોલ પંપ પર “સિલિન્ડર વિસ્ફોટ” થયો હતો.

તેમણે મૃતકોમાંથી એકની ઓળખ 50 વર્ષીય સુલતાન ઈમરાન તરીકે કરી હતી. અન્ય ત્રણની ઓળખ થઈ શકી નથી, પરંતુ અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોની ઉમર 30 થી 50 વર્ષ છે

ઘાયલોમાં બે મહિલાઓ, આલિયા હુમાયુ અને 21 વર્ષીય હુમેરા વકારનો સમાવેશ થાય છે,. અધિકારીએ બાકીના ઘાયલોની ઓળખ 30 વર્ષીય અબ્દુલ વહીદ, 35 વર્ષીય સોહેલ ઈશાક, આબિદ મુહમ્મદ અને 24 વર્ષીય વકાર સિદ્દીક તરીકે કરી છે.