કટાક્ષ/ ટાઈટલરના કારણે પંજાબમાં કોંગ્રેસ માટે વધી શકે છે ટેન્શન

સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ જગદીશ ટાઈટલરને દિલ્હી વર્કિંગ કમિટીમાં સમાવેશ  કરીને શીખોના ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું છે

Top Stories

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે દિલ્હી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જગદીશ ટાઇટલરના સમાવેશ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે કટાક્ષ કરતા કહ્યુ કે 1984ના શીખ વિરોધી રમખાણોના સંબંધમાં અગાઉ ટાઇટલરનું નામ સામે આવ્યું હતું.

સુખબીર સિંહ બાદલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ જગદીશ ટાઈટલરને દિલ્હી વર્કિંગ કમિટીમાં સમાવેશ  કરીને શીખોના ઘા પર મીઠું છાંટવાનું કામ કર્યું છે. બાદલે નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્નીને પડકાર ફેંક્યો છે કે તેઓ આ નિર્ણયનો વિરોધ કરી શકશે..?

સુત્રો અનુસાર, બાદલે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને નિર્ણયનો વિરોધ કરવા અને તેને બાજુ પર રાખવા માટે “નૈતિક હિંમત” બતાવવાનો પડકાર પણ આપ્યો હતો. બાદલે કહ્યું, “ચરિત્રનું પતન સમાધાનના ખૂણામાંથી આવે છે. હવે તે ખૂણામાંથી બહાર આવો, ઓછામાં ઓછું સત્ય બોલવાની નૈતિક હિંમત બતાવો અને તમારા ચારિત્ર્યનું પતન અટકાવો.”
બાદલે પૂછ્યું, “ટાઈટલરને અમુક સ્થાયી સભ્યોમાંના એક તરીકે નામ આપવું તે બહાદુર અને દેશભક્ત શીખ સમુદાયનું અપમાન છે. શું નવજોત સિદ્ધુ, સીએમ ચન્ની, (ડેપ્યુટી સીએમ) સુખજિન્દર રંધાવા અને (પૂર્વ પંજાબ કોંગ્રેસના પ્રમુખ) સુનિલ જાખડ સહિત પંજાબના કોંગ્રેસીઓ હવે જાગશે? આ દરમિયાન, વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ધીંડસાની આગેવાની હેઠળના એસએડી (યુનાઈટેડ) એ પણ આ પગલાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સંયુક્ત મહાસચિવ કરનૈલ સિંહ પીર મોહમ્મદે કહ્યું કે કોંગ્રેસે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.

 ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ગુરુવારે તેની નવી કાર્યકારી સમિતિની જાહેરાત આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીની નાગરિક ચૂંટણી પહેલા કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે એક અખબારી નિવેદનમાં જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કાર્યકારી સમિતિની રચનાને મંજૂરી આપી દીધી છે. સ્થાયી સભ્યોની યાદીમાં વરિષ્ઠ નેતાઓ જેપી અગ્રવાલ, અજય માકન, કપિલ સિબ્બલ, જનાર્દન દ્વિવેદી, અરવિંદર સિંહ લવલી, સુભાષ ચોપરા અને જગદીશ ટાઇટલરનો સમાવેશ થાય છે.