અમદાવાદ,
સતત વિવાદોમાં ઘોરાયેલા રહેતા આસારામ બાપુ સામેના યૌન શોષણ કેસનો ચુકાદો આવી રહ્યો છે. યૌન શોષણ કેસમાં જેલમાં બંધ આસારામ પર જોધપુર કોર્ટ 25 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. દેશમાં બહુ ચર્ચિત આ કેસને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
આસારામ સામે જોધપુરમાં એક સાધિકાએ યૌન શોષણનો કેસ કર્યો હતો. પીડીતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટે જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામેં ઈલાજ કરવાના બહાને તેમનું યૌન શોષણ કરાયું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ ચોકીમાં 19 ઓગસ્ટ 2013માં આસારામના વિરુધમાં એફઆઈઆર નોંધાવી હતી.
આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી તે પછી જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આસારામ વિરુદ્ધ આઈપીસીની ધારા 342, 376, 354-a, 506, 509/34, જેજે એક્ટ 23વ 26 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો.
કેવી રીતે આસુમલ બન્યા આસારામ.
પાકિસ્તાન સિંધમાં રહેતા થાઉમલ હરપલાનીના ઘરે એક પુત્રનો જન્મ થયો અને આ પુત્રનું નામ આસુમલ રાખવામાં આવ્યું. થોડા વર્ષોમાં બાદ થાઉમલ તેમના પરિવારજનોને લઈ અમદાવાદ રહેવા માટે આવ્યાં અને અમદાવાદના કાલુપુર સર્કલ પાસે ખાંડની હોલસેલની દુકાન શરુ કરી હતી. પુત્ર આસુમલ દુકાન પર બેસતા હતા. પણ આસુમલ 15 વર્ષની ઉંમરે ઘર છોડીને આદીપુરના સંત લીલાશાહ પાસે પહોંચી ગયા જ્યાં લીલાશાહ બાપુએ આસુમલને દીક્ષા આપી અને આસુમલ માંથી તેઓ આસારામ તરીકે ઓળખવા લાગ્યાં.
આસારામના લગ્ન લક્ષ્મીદેવી સાથે થયા હતા. પરિવારજનો તેમને ઘરે પરત લાવવા પ્રયાસ કરતા હતા અને લીલા શાહ બાપુના આશ્રમને છોડી આસારામ અમદાવાદ રહેવા માટે પાછા આવી ગયાં.
સાબરમતી નદીના કિનારે એક આશ્રમની સ્થાપના
વર્ષ 1974માં સાબરમતી નદીના કિનારે મોટેરાગામ પાસે આસારામે એક આશ્રમની સ્થાપના કરી. સમય જતા આસારામ સંત તરીકે વિખ્યાત થઈ ગયા. આસારામના આશ્રમમાં સાધકોની ભીડ ઉભરાતી ગઈ સાધકોને આસારામ બાપુ શક્તિપાત કરાવતા, મંત્ર દિક્ષા આપતા હતા. આસારામ આશ્રમ દ્વારા ઋષિપ્રસાદ મેગેજીન શરુ કરાયું હતું. ઋષિપ્રસાદ મેગેજીન દેશભરમાં સૌથી વધારે પ્રસિધ્ધ બન્યું હતું. આસારામના આશ્રમમાં સાધકોને આસારામ ચાલીસા અને ગુરુગીતાના પાઠ કરાવવામાં આવતા હતા. થોડા જ વર્ષોમાં કરોડો સાધકોના આસારામ ગુરુ બની ગયા હતા. આસારામે દેશવિદેશમાં શ્રી યોગવેદાંત સેવા સમિતિની રચનાઓ કરી અને 400 જેટલા ટ્રસ્ટ ઉભા કરી સમાજસેવાના કાર્યો શરુ કર્યા. આ દરમીયાન આસારામ 2300 કરોડની સંપત્તિના માલીક બન્યા
આસારામ અને ભાજપના વરિષ્ઠના નેતા એલ કે અડવાણી સાથેના સંબંધો ખાસા ચર્ચામાં રહ્યાં હતા. આસારામને અડવાણીનું પીઠબળ મળ્યું. આસારામના શરણોમાં દેશભરના નેતાઓ આળોટવા લાગ્યા. કરોડો સાધકો મોટી વોટબેંક હોવાથી બાપુને નારાજ કરવાની કોઈ નેતા હિંમત કરતા ન હતા. આસારામ દેશભરમાં 490થી વધારે આશ્રમોની કરી સ્થાપના કરી..
અભિષેક- દિપેશ મામલો.
5 જુલાઈ 2008ના રોજ મોટેરા આશ્રમની પાછળ સાબરમતી નદીના કિનારેથી 10 વર્ષના અભિષેક અને 11 વર્ષના દિપેશ વાધેલાના વિકૃત થઇ ગયેલા અડધા બળેલા મૃતદેહો મળ્યા હતા.
આ હત્યાની તપાસ માટે ડી કે, ત્રિવેદી પંચ બેસાડ્યું હતું. જોકે આજ સુધી પંચનો અહેવાલ જાહેર નથી કરાયો. આ દરમિયાન 2012માં ગુજરાત પોલીસે હત્યાના આ કેસમાં આશ્રમના સાત માણસો પર કેસ દાખલ કર્યો હતો. આ કેસ હાલમાં પણ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલે છે.
આસારામ સામે જોધપુરમાં એક સાધિકાએ યૌન શોષણનો કેસ.
આસારામ સામે જોધપુરમાં એક સાધિકાએ યૌન શોષણનો કેસ કર્યો હતો. પીડીતાનો આરોપ છે કે 15 અને 16 ઓગસ્ટે જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઈલાજ કરવાના બહાને તેમનું યૌન શોષણ કર્યું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ ચોકીમાં 19 ઓગસ્ટ 2013માં આસારામના વિરુધમાં એફઆઈઆર નોંધાવી હતી.
સુરતની બે બહેનોનો આરોપ.
સુરતની બે બહેનોએ પણ આસારામ અને પુત્ર નારાયણ સાંઈ સામે યૌન શોષણની ફરિયાદ કરી હતી. વર્ષ 2014, 28 ફેબ્રુઆરીના રોજ બે બહેનોમાંથી એકના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આસારામ અને તેના દીકરા નારાયણ સાઈ વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધાવીને દુષ્કર્મ અને બંધક બનાવાનો આરોપ મુક્યો હતો.
સાક્ષીઓ પર હુમલાઓ
થોડાક જ દિવસ પછી આસારામના વિડીયોગ્રાફર હુમલો કરવામાં આવ્યો તે પછી એક ત્રીજા સાક્ષી પર સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં એસીડ ફેંકવામાં આવ્યો હતો. 23 માર્ચ 2014ના રોજ અમૃત પ્રજાપતિ પર જીવલેણ હુમલો થયો હતો.
અમૃત પ્રજાપતિ પર ચોથીવાર હુમલો કરવામાં આવ્યો અને છેલ્લે તેમના ગળામાં ગોળી મારી દેવાઈ. 17 દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. આસારામ કેસના સાત સાક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અથવા તો તેમની પર ગંભીર હુમલાઓ કરવામાં આવ્યાં છે.
આસારામની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી જોધપુર કોર્ટમાં ધકેલી દીધા હતા. જ્યારે નારાયણ સાંઈ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે 59 દિવસ બાદ પંજાબ માંથી શોધી કાઢી ધરપકડ કરી હતી. સરકારે આસારામે પચાવી પાડેલી જમીનો પણ સરકાર કરી.
આસારામના વિરોધીઓ પર જીવલેણ હુમલાની ઘટનાઓએ સનસનાટી મચાવી દીધી.
આસારામના એક સમયના સાથીદાર વૈધરાજ અમ્રુત પ્રજાપતિની હત્યા કરાઈ.
નારાયણ સાંઈના પીએ મહેન્દ્ર ચાવલા પર 13 માર્ચ 2015માના રોજ ફાયરીંગ કરાયું.
સાધક રાજુ ચાંડક પર ફાયરીંગ કરવામાં આવ્યું.
રાહુલ સચાન પર હુમલો. 25 નવેમ્બર 2015માં તે ગુમ થઈ ગયા જે આજ સુધી નથી મળ્યા.
જાન્યુઆરી 2015માં સાક્ષી અખિલ ગુપ્તાની મુઝ્ઝફરનગરના ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
જોધપુર કોર્ટમાં પીડિતાની તરફેણમાં જુબાની આપી તેના થોડાક જ સમયમાં કૃપાલ સિંહની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.
અખિલેષ પર ફાયરીંગ કરવામાં આવ્યું જે ઘટનાઓએ રહસ્યો સર્જી દીધા.
