Ahmedabad News : અમદાવાદના બેડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હેબતપુર ગામ, ઠાકોરવાસમાં દારૂનો જથ્થો વેચાતો હોવાની માહિતી બોડકદેવ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ઠાકોરવાસના ગરબાચોકમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે નરેશ બચુજી ઠાકોરના મકાન અને તેની સ્વિફ્ટ કારમાંથી રૂ. 74,910 ની કિંમતનોદારૂનો જથ્થો તથા બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
તે સિવાય પોલીસે સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 9,12,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં નરેશ બી.ઠાકોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
