BZ Group Scam: BZ કૌભાંડમાં CIDએ તપાસ તેજ કરતાં દરોડા અને ધરપકડનો દોર શરૂ થયો છે. કૌભાંડમાં CIDની તપાસ ગ્રોમોર કેમ્પસ (Gromor Campus) સુધી પંહોચી. CIDએ ગ્રોમોર કેમ્પસ પંહોચી કૌભાંડના મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈ રણજીત ઝાલાની અટકાયત કરી. કૌભાંડમાં વધુ ખુલાસા મેળવવા અને ફરાર ભૂપેન્દ્રસિંહનો પત્તો મેળવવા પૂછપરછ કરવા રણજીત ઝાલાને ગાંધીનગર લઈ જવાયો છે. રણજીત ઝાલાની અટકાયત કૌભાંડની તપાસ કરનાર CID માટે મહત્વની સાબિત થશે.
CID પોલીસને બાતમી મળી હતી કે ભૂપેન્દ્રસિંહનો ભાઈ રણજીત ઝાલા છેલ્લા ઘણા દિવસથી ગ્રોમોર કેમ્પસમાં છૂપાયો છે. બાતમીના આધારે આજે ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે CIDની ટીમ પંહોચી. અને ત્યાં તેમને મોટી સફળતા મળી. ગ્રોમોર કેમ્પસ પર પાડેલ દરોડામાં રણજીત ઝાલા ઝડપાઈ ગયો. રણજીત ઘણા સમયથી આ બિલ્ડીંગમાં મહેફિલ માણતો હોવાની તેમને બાતમી મળી હતી. રણજીત ઝાલાની વિગતો મળતા જ CIDની ટીમો સતર્ક થઈ હતી.
ગ્રોમોર કેમ્પસ પર CID દ્વારા ખાનગી વેશે વોચ ગોઠવી. સીઆઈડીને મળેલ બાતમી સાચી સાબિત થઈ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાઈ રણજીત ઝાલા તેમને હાથ લાગ્યો. ગ્રોમોરના કેન્ટિન વિસ્તારમાંથી રણજીતને ઝડપી અટકાયત કરાઈ. રણજીત ઝાલાને ગાંધીનગર લઈ જઈ વધુ તપાસ હાથ ધરાશે. રણજીતની પૂછપરછ કરાતા ભૂપેન્દ્ર અને તેના મળતિયાઓની વધુ વિગતો મળવાની શક્યતા છે. રણજીતની અટકાયત ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?
આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ
