Surat News/ સુરતની કિરણ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના આક્ષેપ

સુરતની Kiran Hospitalમાં બેદરકારીના લીધે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
સુરતની Kiran Hospitalમાં બાળકીના મોતથી હોબાળો

Surat News: સુરતની કિરણ હોસ્પિટલ (Kiran Hospital) સામે તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિલિવરી સમયે યોગ્ય સારવાર ન મળતાં નવજાતનું મોત થયું છે. નવજાત બાળકનું મોત (Baby death) થતાં કુટુંબમાં ભારે આક્રોશ છે. નોર્મલ ડિલિવરીની વાત કરીને બેદરકારી (Neglience) દાખવી હોવાનો આરોપ તેમના પર મૂકાયો છે.

સુરતની Kiran Hospitalમાં બાળકીના મોતથી હોબાળો
સુરતની Kiran Hospitalમાં બાળકીના મોતથી હોબાળો

કિરણ હોસ્પિટલ (Kiran Hospital) વિવાદમાં સપડાઈ

હોસ્પિટલમાં વાતાવરણ ગરમ થતાં પોલીસને તાકીદે બોલાવવામાં આવી હતી અને તેણે મામલો સંભાળ્યો હતો. પોલીસે હોસ્પિટલ પહોંચીને કુટુંબના આક્ષેપની વાત સાંભળીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જવાબદારો સામે કાર્યવાહી કરીને ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી છે.

સુરતની Kiran Hospitalમાં બાળકીના મોતથી હોબાળો

મેટાસ હોસ્પિટલ (Metas Hospital)માં પણ બાળકીનું મોત થયું હતું

આના ચાર મહિના પહેલાં સુરતની જ મેટાસ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના લીધે બાળકનું મોત થયું હતું. બાળકને હોસ્પિટલમાં દાખલ કરીને ડોક્ટર વિદેશ ફરવા જતા રહ્યા હતા. ફરવા જતાં પહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકીને સારું છે, પરંતુ તેમના ગયા પછી બાળકીની તબિયત બગડી હતી અને તેના કારણે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

કુટુંબીજનોએ બાળકીના મોત માટે ડોક્ટરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું હતું કે બાળકીની સ્થિતિ આટલી ગંભીર હોય તો પછી ડોક્ટર આ રીતે કઈ રીતે જઈ શકે. તેમણે ફક્ત રૂપિયા લેવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી, પરંતુ તેની સારવારમાં કોઈ ધ્યાન આપ્યું નહી એમ તેમણે જણાવ્યું હતું. આમ ખાનગી હોસ્પિટલોને રૂપિયા તો બરોબરના લેવા છે, પરંતુ દર્દી પર પૂરેપૂરુ ધ્યાન આપવું નથી.


આ પણ વાંચો : ગોંડલમાં પ્રસૂતિ દરમિયાન માતા-બાળકીનું મોત

આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં મોટુ લીકર પરમિટ કૌભાંડ!

આ પણ વાંચો : વલસાડની આયુર્વેદિક હોસ્પિટલમાં ગેસ સંકટ! સ્ટીમ લેવા માટે ગેસ ન હોવાથી દર્દીઓ પરેશાન