Ahmedabad Newsગુજરાતમાં નશાબંધી વચ્ચે પણ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હેલ્થ લીકર પરમિટના નામે મોટો કૌભાંડ સામે આવ્યો છે.સૂત્રો અનુસાર,હોસ્પિટલમાં (Civil Hospital) લીકર પરમિટ માટેની લાખો રૂપિયાની ફી અધિકારીઓએ વ્યક્તિગત રીતે (ઘર ભેગી) વસૂલ કરી, પરંતુ તેને સિવિલ હોસ્પિટલની તિજોરીમાં જમા ન કરાઈ હતી. ફી વસૂલ કર્યા પછી પરમિટ ધારકોને જમા કરવાની પહોંચ આપવામાં આવી, પરંતુ પૈસા તિજોરીમાં ન પહોંચતા આખો કૌભાંડ ભાર આવ્યો હતો.

લીકર પરમિટ ધારકોને જ્યારે ફી તિજોરીમાં જમા ન થવાની જાણ થઈ ત્યારે અધિકારીઓ તરફથી તેમને ફોન કરવામાં આવ્યા.આ ફોન કોલ્સ દરમિયાન જ વાતચીતમાંથી આખી વ્યવસ્થા સામે આવી ગઈ હતી. પરમિટ ધારકોએ જણાવ્યું કે તેમણે ફી આપી હતી અને પહોંચ પણ મેળવી હતી, પરંતુ હોસ્પિટલના (Civil Hospital) રેકોર્ડમાં ક્યાંય જમા નહોતી. આમ, લાખો રૂપિયા કોણે અને કેવી રીતે ચાઉં કરી ગયા તે મોટો સવાલ ઊભો થયો છે.
શું સિવિલના (Civil Hospital) સત્તાધીશોની પણ કૌભાંડમાં ભાગેદારી ?
અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દર્દીઓની સંખ્યા અને વ્યાપના કારણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાં ગણાય છે. અહીં નશાબંધીના નિયમો હેઠળ ‘હેલ્થ લીકર પરમિટ’ (સ્વાસ્થ્ય કારણોસર) આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અરજીઓમાં 300%થી વધુ વધારો થયો છે. આ ફીમાંથી હોસ્પિટલને કરોડો રૂપિયાની આવક થાય છે, જે રોગી કલ્યાણ સમિતિ અને હોસ્પિટલના વિકાસમાં વપરાય છે.પરંતુ આ વખતે ફી વસૂલીની પ્રક્રિયામાં જ અનિયમિતતા સામે આવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, કેટલાક અધિકારીઓએ ફી વ્યક્તિગત રીતે વસૂલ કરી અને તેને સરકારી તિજોરીમાં જમા ન કરી.

ફી લીધા પછી પણ સિવિલ હોસ્પિટલની (Civil Hospital) તિજોરીમાં જમા ન કરાઈ,પરમિટ ધારકોને જમા કરવાની પહોંચ આપવામાં આવી.ફી ન જમા થવાથી ધારકોને ફોન કરતાં આખો કૌભાંડ ખુલ્યો લાખો રૂપિયા કોણે ચાઉં કરી ગયા?શું સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પણ આ કૌભાંડમાં ભાગીદાર છે?આ આરોપો સાચા હોય તો તે માત્ર એક વ્યક્તિનું કૌભાંડ નહીં, પરંતુ સંસ્થાકીય અનિયમિતતા હોઈ શકે છે. જો વહીવટી તપાસ થાય તો મોટા કૌભાંડો અને અન્ય અધિકારીઓની સંડોવણી પણ સામે આવી શકે છે.
