Surat News/ સુરત ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદો: કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી મળ્યા છૂટાછેડા

Video Conference Divorce: સુરત ફેમિલી કોર્ટે કેનેડા અને સીએરા લિઓનમાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે છૂટાછેડા મંજૂર કર્યા. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીયો માટે મહત્વપૂર્ણ નજિર બન્યો… વધુ વાંચો.

Surat Top Stories Gujarat
Video Conference Divorce: વિદેશમાં બેઠા મળ્યા છૂટાછેડા

Surat News: સુરત ફેમિલી કોર્ટે (Surat Family Court) ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેનેડામાં રહેતી પત્ની અને પશ્ચિમ આફ્રિકાના સીએરા લિઓનમાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે (Video Conference Divorce)  જુબાની નોંધાવી ભારત આવ્યા વિના જ પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીય દંપતીઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે જોવામાં આવી રહ્યો છે.

Video Conference Divorce: 2015માં લગ્ન, મતભેદ બાદ 2023થી અલગ રહેવાનું શરૂ કર્યું

મળતી માહિતી મુજબ, સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતા યુવક અને ઉતરાણની યુવતીના વર્ષ 2015માં લગ્ન થયા હતા. લગ્નજીવનના કેટલાક વર્ષો બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો વધતા ગયા અને માર્ચ 2023થી બંને અલગ રહેવા લાગ્યા. બાદમાં પતિ રોજગાર માટે સીએરા લિઓન અને પત્ની કેનેડા સ્થાયી (Canada India Divorce) થઈ ગયા. બંનેએ કાયમી રીતે અલગ થવાનો નિર્ણય લઈને પાવર ઓફ એટર્ની મારફતે સુરત ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

વિદેશથી હાજરીનો પ્રશ્ન, કોર્ટે અપનાવ્યો ડિજિટલ વિકલ્પ

Video Conference Divorce: વિદેશમાં બેઠા મળ્યા છૂટાછેડા

કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષકારોની રૂબરૂ હાજરી અથવા ભારતીય દૂતાવાસ મારફતે સોગંદનામું કરવાની પ્રક્રિયા મોટો પડકાર બની હતી. સમય અને ખર્ચને ધ્યાનમાં રાખીને બંને પક્ષના વકીલોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની લેવાની મંજૂરી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

હાઇકોર્ટના માર્ગદર્શક ચુકાદાનો સંદર્ભ રજૂ થયો

પક્ષકારોના વકીલોએ ગુજરાત હાઇકોર્ટના તાજેતરના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે ટેક્નોલોજીનો ઉપયોગ ન્યાયને સરળ અને સુલભ બનાવવાનો હોવો જોઈએ. કોર્ટને રજૂઆતમાં જણાવાયું કે વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા પક્ષકારોની બિનજરૂરી હેરાનગતિ ટાળી શકાય છે. કોર્ટ આ દલીલોથી સંતોષ પામી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની નોંધવાની મંજૂરી આપી હતી.

ટેક્નોલોજી ન્યાય મેળવવાનો માર્ગ સરળ બનાવે છે

કેસ સાથે સંકળાયેલા વકીલોના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઇકોર્ટે પણ પોતાના માર્ગદર્શક અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે ટેક્નોલોજી ન્યાય મેળવવામાં અવરોધ નહીં પરંતુ સહાયક સાધન બનવી જોઈએ. આ જ અભિગમને અનુસરી સુરત ફેમિલી કોર્ટે સમગ્ર કાર્યવાહી ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરી હતી.

વિદેશમાં વસતા ભારતીયો માટે મહત્વપૂર્ણ નજિર

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને પક્ષોની સત્તાવાર જુબાની પૂર્ણ થયા બાદ સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો. આ ચુકાદો દર્શાવે છે કે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભૌગોલિક અંતર હવે ન્યાય મેળવવામાં અવરોધ નથી રહ્યું. વિદેશમાં વસતા ભારતીયો માટે આ નિર્ણય સમય, ખર્ચ અને કાનૂની પ્રક્રિયાને વધુ સરળ બનાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: સુરતમાં ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક

આ પણ વાંચો: પતિ વીર સાહુના મારપીટના ત્રાસથી સપના ચૌધરીએ છોડ્યું સાસરું, દિલ્હી ફેમિલી કોર્ટે આપ્યું પ્રોટેક્શન

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, ભરણપોષણની રકમ પત્નીની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન ન આપે, ફેમિલી કોર્ટના હુકમમાં ફેરફાર