ભાવનગર/ સુભાષનગરમાં આર્થિક લેવડ-દેવડ યુવકની કરાઇ હત્યા, આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન

વનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષના યુવકની ઉમેશ ભરતભાઈ ચૌહાણ નામના યુવક પર 9 જેટલા ઈસમોએ છરી,પાઇપ અને દાંતરડા વડે હુમલો કર્યો હતો.

Gujarat Others
હત્યા
  • ભાવનગરના સુભાષનગરમાં હત્યાની ઘટના
  • હત્યાની ઘટનામાં એક વ્યકિતનું મોત નીપજ્યું
  • આર્થિક લેવડદેવડ મૃત્યુનું મુખ્ય કારણ

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તાઅ હત્યા થઈ  હોવાનું સામે આવ્યું છે. ગત મોડી રાત્રે સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના મિત્ર પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાલ હત્યાંની ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તરફ ચક્રોગતિમાન કરાયા હોવાનું ASP દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષના યુવકની ઉમેશ ભરતભાઈ ચૌહાણ નામના યુવક પર 9 જેટલા ઈસમોએ છરી,પાઇપ અને દાંતરડા વડે હુમલો કર્યો હતો. જેમાં સુભાષનગર વિસ્તારની રાજનગર સોસાયટીમાં રહેતા ઉમેશ ચૌહાણને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર પૂજન રાઠોડ નામના યુવાનને ઇજા થતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયો હતો.

સુભાષનગર વિસ્તારમાં બનેલા હત્યાના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા. અને ઘટનાની જાણ થતા એએસપી,એલસીબી સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયો. અને મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં આવી. આ હત્યાં પાછળ ચની ઉર્ફે ટોપલો અને અન્ય 8 જેટલા લોકો સાથે મળી કરી હત્યા કરી હોવાનું અને હત્યા પાછળ આર્થિક લેવડદેવડ કારણભૂત હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. હાલ હત્યાંની ઘટનાને લઇ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તરફ ચક્રોગતિમાન કરાયા હોવાનું ASP દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:વડોદરાની આ 7 ગુજરાતી શાળાને વાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

ગુજરાતનું ગૌરવ