રાજકોટ,
કોઈ પણ ખેડૂતને એક પાક મેળવવા માટે આકરી મહેનત કરવી પડે છે. દેવાના બોજ તળે સતત દબાઈ રહેલો ખેડૂત હવે રાજકારણનું પણ માધ્યમ બની રહ્યો છે. હાલ ગુજરાતમાં મગફળી પર જોરદાર રાજકારણ ખેલાઈ રહ્યું છે..
જેમાં રાજકોટ જીલ્લા જામકંડોરણા ખાતે સાધારણ સભામાં મગફળી કૌભાંડ મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
નિવેદન આપતા તેમણે જણાવ્યુ કે. મગફળી મામલે સરકાર કાઈ પણ ખોટું થવા નહિ દે. સરકાર જવાબદારો સામે પગલાં ભરશે. કરોડો રૂપિયાની મગફળી અને તુવેર સહિતના ખેત પદાર્થો સરકારે ખેડૂત પાસેથી ખરીદ્યા છે.
કોઈ પણ વ્યક્તિને છોડશે નહિ જ્યાં ખેડૂતો પર અન્યાય થતા હશે ત્યાં ચોક્કસ ધ્યાન આપાશે અને મગફળીની અંદર પહેલી વખત સરકારે આવડી મોટી ખરીદી કરી છે ૯૦૦ રૂપિયાના ભાવે ૯ લાખ મેટ્રિક ટર્નની ખરીદી કરી છે અને જ્યાં ખોટું થયું હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં મગફળીની અંદર ખોટું કરનાર સામે સરકાર કડક પગલાં લેશે.
