Rajkot News: રાજકોટ શહેરમાં આંગડિયા (Angadia) પેઢીમાં થયેલી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આંગડિયા પેઢીમાં રૂ. 19 લાખની લૂંટ ચલાવીને ફરાર થયેલા મુખ્ય બે આરોપીઓને ઉત્તર પ્રદેશના આગ્રાથી ઝડપી લેવાયા છે. પોલીસ પકડથી બચવા બંને આરોપીઓ ઉત્તર પ્રદેશમાં છુપાઈને રહેતા હોવાની વિગતો સામે આવી છે.
Angadia:મથુરાના રહેવાસી બંને આરોપીઓ રીઢા ગુનેગાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના મથુરા (Mathura) જિલ્લાના રહેવાસી છે. મુખ્ય આરોપી આશમહમદ સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને આર્મ્સ એક્ટ સહિત કુલ 23 ગુના નોંધાયેલા છે. બીજા આરોપી વિજયકુમાર સામે પણ હત્યા, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.
મુદ્દામાલની રિકવરી અને અન્ય સંડોવણીની તપાસ
બંને આરોપીઓને આગ્રા (Agra)થી ઝડપ્યા બાદ રાજકોટ પોલીસે (Rajkot Police) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 19 લાખની લૂંટના મુદ્દામાલની રિકવરી તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ અને તપાસ આગળ ધપાવી છે.
આ પણ વાંચો: ઉપલેટામાં પાણી માગવાના બહાને ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીને લૂંટ્યા; બે આરોપી પોલીસના સકંજામાં
આ પણ વાંચો: રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ, હથિયારધારી બે શખ્સો રોકડ ભરેલો થેલો લઈ ફરાર
આ પણ વાંચો: મહેસાણાના ખેરવામાં ધોળે દિવસે લૂંટ
