Mehsana News/ મહેસાણાના ખેરવામાં ધોળે દિવસે લૂંટ

ક્રેડિટ સોસાયટીમાંથી દાગીના અને રોકડ લઈને બહાર નીકળેલા એક ગ્રાહક પર અજાણ્યા લૂંટારૂઓએ જીવલેણ હુમલો કરી લૂંટ (Robbery)ચલાવી હતી

Gujarat Others
જિલ્લાના ખેરવા ગામમાં ધોળે દિવસે લૂંટ (Robbery)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે

Mehsana News : જિલ્લાના ખેરવા ગામ (Kherva Village)માં ધોળે દિવસે લૂંટ (Robbery)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રેડિટ સોસાયટીમાંથી દાગીના અને રોકડ લઈને બહાર નીકળેલા એક ગ્રાહક પર અજાણ્યા લૂંટારૂઓએ જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ગ્રાહક ક્રેડિટ સોસાયટીમાંથી દાગીના અને રોકડ લઈને બહાર નીકળતા જ લૂંટારૂઓએ તેને નિશાન બનાવ્યો હતો. વિરોધ કરતાં હુમલાખોરોએ તેના હાથમાં છરો ખૂંપાવી ગંભીર ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ દાગીના તથા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને હાથમાં ખૂંપેલા છરા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં મહેસાણા (Mehsana)જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો : કચ્છના ગાંધીધામમાં ધાડ-લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : મહેસાણામાં વેપારી હનીટ્રેપનો શિકાર, એન્ટિક સિક્કાના બહાને બોલાવી રૂ. 4.35 લાખની લૂંટ

આ પણ વાંચો : PIએ કેડબરી આપતા જ લૂંટારુ બોલી ઊઠ્યો! રાજકોટની 2.49 કરોડની લૂંટનો ચોંકાવનારો ખુલાસો