Viramgam News/ વિરમગામના સચાણામાં દરવાજા મુદ્દે લોહિયાળ જંગ: લાકડીઓના ઘાથી વૃદ્ધ લોહીલુહાણ, 9 સામે ફરિયાદ

વિરમગામ (Viramgam) તાલુકાના સચાણા ગામમાં નવા બનતા મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા મુદ્દે અથડામણ, 3 ઈજાગ્રસ્ત

Ahmedabad Gujarat Breaking News
viramgam
Viramgam News: અમદાવાદ જિલ્લાના વિરમગામ (Viramgam)તાલુકાના સચાણા ગામમાં મકાનના દરવાજાને લઈને વિવાદ બાદ  મારામારીની ઘટના સામે 
આવી છે. ગામના રાજપુતવાસમાં મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. દરમિયાન મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા બાબતે  તકરાર થઈ હતી.

Viramgamના સચાણામાં હિંસક અથડામણ

મળતી માહિતી મુજબ, આ મુદ્દે બોલાચાલી થયા બાદ અજય ભરવાડ સહિત 9 શખસો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. આ ટોળાએ ફરિયાદી, તેમના પુત્ર અને તેમના પિતા નવલસંગ પરમાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલા દરમિયાન નવલસંગ પરમારના માથાના ભાગે લાકડીનો જોરદાર ઘા વાગ્યો હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.

ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નવલસંગ પરમારના માથામાં ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દરવાજો ત્યાં મૂક્યો તો જાનથી મારી નાખવાની ધમકી

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલાખોરોએ મકાનનો દરવાજો તે તરફ રાખવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં અજય ભરવાડ સહિત 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:PoKમાં હિંસક અથડામણ: પ્રદર્શન ઉગ્ર બનતા 7ના મોત, 60થી વધુ ઘાયલ; ઇન્ટરનેટ સેવાઓ બંધ

આ પણ વાંચો:જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: લાલબાગ વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

આ પણ વાંચો:સાણંદના કલાણા ગામે સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ