Kutch News: ગાંધીધામ શહેરમાં ધોળા દિવસે બનેલી ધાડ અને લૂંટની (Kutch Loot Bhed) ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગણેશનગર વિસ્તારમાં ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે મુખ્ય 4 આરોપીઓ સાથે ઘટનાસ્થળે જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ ગણેશનગર વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરમાં ઘૂસી લૂંટની(Kutch Loot Bhed) ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ દરમિયાન રોકડ રકમ ઉપરાંત એક જ્યુપિટર પણ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન મળેલા ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી લીધા હતા. મુખ્ય આરોપીઓની પૂછપરછ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેથી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મળી શકે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ જ્યુપિટર વાહન સહિત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને પૂછપરછના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
