Mahesana News/ મહેસાણામાં વેપારી હનીટ્રેપનો શિકાર, એન્ટિક સિક્કાના બહાને બોલાવી રૂ. 4.35 લાખની લૂંટ

મહેસાણા શહેરમાં એન્ટિક સિક્કાની ખરીદીના બહાને વેપારીને હનીટ્રેપ (Honeytrap) માં ફસાવી રૂ. 4.35 લાખની લૂંટ કરવામાં આવી.

Top Stories Gujarat
Honeytrap

Mehsana Honey Trap case: મહેસાણા શહેરમાં હનીટ્રેપનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એન્ટિક સિક્કાની ખરીદી-વેચાણના બહાને એક વેપારીને એપાર્ટમેન્ટમાં બોલાવી પાંચ શખ્સોએ મળીને લૂંટી લીધો હતો. આરોપીઓમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વેપારીને એન્ટિક સિક્કો બતાવવાના બહાને એક એપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ બે મહિલાઓ અને ત્રણ પુરુષોએ મળીને વેપારીને ફસાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે બળજબરી કરી બિભત્સ ફોટોગ્રાફ્સ પાડ્યા હતા અને તે સોશિયલ મીડિયા તેમજ પરિવારજનોમાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.

આ ધમકીના આધારે આરોપીઓએ વેપારી પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 4.35 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ પીડિત વેપારીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બે મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ હાલમાં આરોપીઓની ઓળખ, ઘટનાના તમામ પાસાઓ અને હનીટ્રેપના સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો:અમરેલીમાં ગે ડેટિંગ એપથી હનીટ્રેપ: યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો

આ પણ વાંચો:બનાસકાંઠામાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો:હનીટ્રેપનો જાળ: અમદાવાદમાં વેપારી પાસેથી 8 લાખની ખંડણી, નકલી PIએ વધુ 15 લાખ માગ્યા