Chhota Udepur News/ છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા, પગના નિશાન આધારે વન વિભાગનો દાવો

દાહોદ જિલ્લામાં વાઘની હાજરી પણ તે વિસ્તારમાં ગતિવિધિઓનો સંકેત આપે છે.જિલ્લામા વાઘ આવ્યો હોવાની વાતથી વનવિભાગની દોડધામ શરૂ થઈ ગઈ હતી.

Top Stories Gujarat Breaking News
વાઘ

Chhota Udepur News:વન વિભાગે છોટા ઉદેપુર જિલ્લામાં વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરી છે.દાહોદ જિલ્લામાં વાઘની હાજરી પણ તે વિસ્તારમાં ગતિવિધિઓનો સંકેત આપે છે.જિલ્લામા વાઘ આવ્યો હોવાની વાતથી વનવિભાગની દોડધામ શરૂ થઈ ગઈ હતી. ત્યારે સાવચેતી માટે જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમોની તૈનાતી કરાઈ છે.

વાઘના પગના નિશાન આધારે વન વિભાગનો દાવો

વન વિભાગે જણાવ્યું હતું કે છોટા ઉદેપુર (Chhota Udepur) વિસ્તારમાં વાઘના પગના નિશાન મળી આવ્યા છે, જે વાઘની હાજરીની પ્રાથમિક પુષ્ટિ આપે છે. કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાઘની ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે વન વિભાગની વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુર રેન્જ વિસ્તાર દાહોદ જિલ્લાના રતન મહેલ ગામની બાજુમાં આવેલો છે.

જ્યારે સ્થાનિક લોકો વાઘની હાજરી અંગે ચિંતા અને સાવધાની અનુભવી રહ્યા છે,ત્યારે વન વિભાગની કાર્યવાહી સ્થાનિક રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી છે.આપને જણાવી દઈએ DCFએ છોટાઉદેપુર જિલ્લામાં વાઘ હોવાનુ અનુમાન લગાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ૫૩ વર્ષ બાદ રસ્તા પર વાઘ દેખાયો

આ પણ વાંચો:ભારતનું ગૌરવ એવા વ્હાઇટ બેંગાલ ટાઈગર્સનો જન્મ વિદેશમાં થયો હતો, જાણો શા માટે છે આ અદ્ભુત પ્રાણી ખાસ

આ પણ વાંચો:મહીસાગરમાં જોવા મળેલો વાઘ જ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી