Banaskantha News: સરહદી જિલ્લા બનાસકાંઠામાં હનીટ્રેપ (Honeytrap)ના ચકચારભર્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ડીસા વિસ્તારના એક જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી ₹50 લાખની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે એક પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Honeytrap ગેંગનો ભાંડો ફૂટ્યો
માહિતી મુજબ, સમગ્ર કાવતરાની શરૂઆત સોશિયલ મીડિયા પરથી થઈ હતી. આરોપીઓએ એક યુવતી મારફતે જમીન દલાલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં ધીમે-ધીમે ઓળખાણ વધારી દલાલને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ અનુસાર, આરોપીઓએ પૂર્વનિયોજિત યોજના હેઠળ દલાલ અને યુવતીની અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દલાલ પાસે ₹50 લાખની માંગણી કરવામાં આવી હતી.આ મામલે જમીન દલાલે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર હનીટ્રેપ (Honeytrap) કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ સમગ્ર કાવતરામાં પોલીસ વિભાગનો જ કર્મચારી સામેલ હતો. LCBમાં ફરજ બજાવી ચૂકેલા જોરાવરસિંહ ડાભી સહિત વિજયસિંહ ડાભી અને જીતેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.પાલનપુર પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ પણ અન્ય લોકોને આ જ રીતે ફસાવ્યા હતા કે નહીં.
આ પણ વાંચો:હનીટ્રેપનો જાળ: અમદાવાદમાં વેપારી પાસેથી 8 લાખની ખંડણી, નકલી PIએ વધુ 15 લાખ માગ્યા
આ પણ વાંચો:અમદાવાદના સેટેલાઇટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, માતા-પુત્રી સામે ખંડણીનો આરોપ
