Ahmedabad News: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ (Honeytrap) અને બ્લેકમેલિંગનો શિકાર બન્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય ઓળખાણથી શરૂ થયેલો સંપર્ક આખરે લાખો રૂપિયાની ખંડણી સુધી પહોંચતા આ મામલો ગંભીર બન્યો છે.
ટ્રેનમાં થયેલી ઓળખાણ બની મુશ્કેલી
માહિતી મુજબ, વર્ષ 2023 દરમિયાન વેપારી પંજાબ જતાં ટ્રેનમાં એક યુવક સાથે ઓળખાણ થઈ હતી. શરૂઆતમાં આ સંબંધ સામાન્ય મિત્રતાની જેમ રહ્યો, પરંતુ થોડા સમય બાદ આ ઓળખાણ વેપારી માટે મુશ્કેલી બની ગઈ.
સહાનુભૂતિના નામે પૈસા પડાવ્યા
આરોપી યુવકે પોતાની માતાની તબિયત ખરાબ હોવાનો અને અભ્યાસ માટે ફી ભરવાની જરૂર હોવાનું કહીને વેપારી પાસેથી ડિજિટલ પેમેન્ટ (Digital payment) દ્વારા આશરે 17 હજાર રૂપિયા લીધા હતા. વિશ્વાસમાં લઈને પૈસા પડાવવાની આ શરૂઆત હતી.
વીડિયો કોલથી શરૂ થયો Honeytrap અને બ્લેકમેલ કરવાનો સિલસિલો
પછીના તબક્કામાં આરોપીએ વીડિયો કોલ કરીને વેપારીને ઉશ્કેર્યા અને ગુપ્ત રીતે અશ્લીલ વીડિયો (Porn videos) રેકોર્ડ કરી લીધો. આ વીડિયોને આધારે વેપારીને બદનામ કરવાની ધમકી આપીને તબક્કાવાર લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરવામાં આવી.
8.88 લાખ બાદ પણ વધતી માંગ
માહિતી મુજબ, આરોપી અને તેના સાગરીતોએ મળીને વેપારી પાસેથી કુલ અંદાજે 8.88 લાખ રૂપિયા પડાવ્યા. છતાંય તેઓ અટક્યા નહીં અને વધુ પૈસાની માંગ ચાલુ રાખી.
‘ક્રાઈમ બ્રાન્ચ’ના નામે વધુ દબાણ
આ ટોળકીના ત્રીજા સભ્યએ પોતે પોલીસ અધિકારી હોવાનું કહી વેપારીને ડરાવવાનો પ્રયાસ કર્યો અને મામલો દબાવવા માટે મોટી રકમની માંગ કરી. સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી વેપારી પર ભારે દબાણ ઊભું થયું.
અંતે પોલીસનો સહારો
આખરે કંટાળી ગયેલા વેપારીએ હિંમત કરીને સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:અમરાવતીમાં સગીરાઓના અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો:અશ્લીલ વીડિયો બનાવવા અને બ્લેકમેઇલ,ભાજપ નેતા અને અન્ય 3 લોકોને જેલમાં ધકેલ્યા !
આ પણ વાંચો:સુરતમાં Honeytrapનો શિકાર બન્યો યુવક, બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર લૂંટ્યા
