india news/ OCI કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી બદલાયા 5 મોટા નિયમો, પાસપોર્ટ અપડેટ નહીં કરો તો $25 દંડ

OCI New Rules: ભારત સરકારે 1 એપ્રિલ 2026 થી OCI કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. પાસપોર્ટ અપડેટ ન કરવા પર દંડ અને ફીમાં ફેરફાર સહિતના 5 મુખ્ય મુદ્દાઓ જાણો.

NATIONAL India Trending
OCI New Rules 2026

OCI New Rules 2026: વિદેશમાં વસતા ભારતીયો (Diaspora) માટે ભારત સરકારે OCI (Overseas Citizen of India) કાર્ડના નિયમોમાં 1 એપ્રિલ, 2026થી પાયાના ફેરફારો કર્યા છે. આ નવા સુધારાનો હેતુ બાયોમેટ્રિક સુરક્ષા મજબૂત કરવાનો અને કોન્સ્યુલેટની પ્રક્રિયાઓને વધુ ડિજિટલ બનાવવાનો છે. જો તમે પણ OCI કાર્ડ ધરાવો છો, તો આ 5 મોટા ફેરફારો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે.

New Rules: હવે કેટલો ખર્ચ થશે?

સરકારે OCI સેવાઓ માટે એક સમાન ફી માળખું નક્કી કર્યું છે, જે મુજબ વિદેશથી નવી અરજી કરવા માટે $275 (અથવા સ્થાનિક ચલણ મુજબ) અને ભારતમાંથી અરજી કરવા માટે ₹15,000 ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત, પાસપોર્ટ બદલાયા બાદ કાર્ડ રિ-ઈસ્યૂ કરાવવા માટે $25, ખોવાયેલા અથવા તૂટેલા કાર્ડ માટે ડુપ્લિકેટ કોપી મેળવવા $100 તથા PIO માંથી OCI માં રૂપાંતર કરાવવા માટે $100 ફી નક્કી કરવામાં આવી છે.

‘6 મહિનાના રોકાણ’ની શરત રદ

પાસપોર્ટ અપડેટમાં ભૂલ પડશે ભારે: જો તમને નવો વિદેશી પાસપોર્ટ મળે, તો તેની વિગતો 3 મહિનાની અંદર OCI પોર્ટલ પર અપડેટ કરવી ફરજિયાત છે. જો તમે આ સમયમર્યાદા ચૂકશો, તો $25 નો દંડ ભરવો પડશે.

‘6 મહિનાના રોકાણ’ની શરત રદ: અગાઉ ભારતમાં રહીને OCI કાર્ડની અરજી કરવા માટે સતત 6 મહિના ભારતમાં રહેવું પડતું હતું. હવે આ નિયમ હટાવી દેવાયો છે. તમે માન્ય વિઝા સાથે ભારત આવીને તરત જ અરજી કરી શકો છો.

શ્રીલંકાના તમિલો માટે મોટી રાહત: શ્રીલંકામાં વસતા ભારતીય મૂળના તમિલો હવે 5મી અને 6ઠ્ઠી પેઢી સુધીના વંશવેલાના આધારે OCI માટે અરજી કરી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર 4 પેઢી સુધીની હતી. વંશ સાબિત કરવા માટે શ્રીલંકા સરકારના રેકોર્ડ્સ પણ માન્ય ગણાશે.

સંશોધન અને ફેલોશિપ હવે સરળ: વિદેશી વિદ્વાનો અને નિષ્ણાતો માટે ભારતમાં સંશોધન (Research) પ્રોજેક્ટ્સ કે ફેલોશિપમાં જોડાવા માટે અગાઉની રોકાણની શરતો દૂર કરાઈ છે. હવે તેઓ કોઈપણ અવરોધ વિના ભારતની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકશે.

PIO કાર્ડ યોજનાનો અંત: હવે PIO (Person of Indian Origin) કાર્ડ યોજના સત્તાવાર રીતે બંધ થઈ છે. જે લોકો પાસે જૂના PIO કાર્ડ છે, તેઓ હવે આપોઆપ OCI કાર્ડ ધારકો તરીકે ગણાશે.

એરપોર્ટ પર મુસાફરીમાં શું બદલાશે?

ઇ-ગેટ પ્રોસેસિંગ: OCI રેકોર્ડ હવે બાયોમેટ્રિક સાથે જોડાયેલા હોવાથી એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે.

ડિજિટલ ઈ-આગમન કાર્ડ: ભારત આવતા પહેલા હવે ડિજિટલ ઈ-આગમન કાર્ડ લેવું ફરજિયાત છે.

પૂછપરછની શક્યતા: જો તમારા OCI રેકોર્ડ જૂના કે અધૂરા હશે, તો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ પૂછપરછ માટે રોકી શકે છે.

અરજી માટેની પાત્રતા અને વિઝા નિયમો

પાસપોર્ટ: અરજી વખતે પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માન્ય હોવો જોઈએ.

લગ્ન આધારિત અરજી: લગ્ન ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ટકેલા હોવા જોઈએ અને નોંધણી ફરજિયાત છે.

કોણ અરજી ન કરી શકે?: પ્રવાસી વિઝા (Tourist), મિશનરી, પર્વતારોહણ અને ઈ-વિઝા ધારકો OCI માટે અરજી કરી શકતા નથી.


આ પણ વાંચો:પાસપોર્ટ કે વિઝાનું ટેન્શન નહીં! આ શિયાળામાં ઓછા ખર્ચે માણો ‘સ્વિટ્ઝર્લેન્ડ’ જેવી મજા, નેપાળના આ 5 સ્થળો છે બેસ્ટ

આ પણ વાંચો:પિતાની સંમતિ વિના બાળકોના રિન્યુ થશે પાસપોર્ટ, ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો:ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ થયો લોન્ચ,જાણો તેના ફાયદા