Surendranagar News/ નવરાત્રિમાં ચામુંડા માતાના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

તેની મંદિર ટ્રસ્ટે ભક્તોને નોંધ લેવા વિનંતી કરી છે.

Gujarat

Surendranagar News: સુરેન્દ્રનગરમાં (Surendranagar) પવિત્ર યાત્રાધામ ચોટીલામાં (Chotila) ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના 9 દિવસો દરમિયાન દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પગથિયાનો દ્વાર, આરતીનો સમય બદલાયો છે તેની મંદિર ટ્રસ્ટે ભક્તોને નોંધ લેવા વિનંતી કરી છે.

Chotila Chamunda Mataji Temple Timing, History in Gujarati - Gujarat Darshan Guide

નવરાત્રિમાં માતાજીના દર્શન કરવા ભક્તો અવશ્ય મંદિર જતા હોય છે, માતાના ચોકમાં ગરબે ઘૂમતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા માં ચામુંડાના મંદિરના સમયમાં થોડો ફેરફાર કરાયો છે.

ચામુંડા માતાના મંદિરે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રિના 9 દિવસ દરમ્યાન પગથિયાના દ્વાર સવારે 04:30 વાગ્યે ખુલશે અને આરતીનો સમય સવારે 05:00 વાગ્યાનો રહેશે. સાંજની આરતી રાબેતા મુજબની રહેશે. 10 ઓક્ટોબર (આઠમના દિવસે) ડુંગર ઉપર હવન કરવામાં આવશે.

Chotila Chamunda Mataji Temple Guide | Chotila Gujarat

મંદિર ટ્રસ્ટે આઠમના દિવસ સિવાય પ્રસાદીનો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યાનો રાખ્યો છે. જ્યારે આઠમ (10 ઓક્ટોબર)ના રોજ ભોજન-પ્રસાદીનો સમય બીડું હોમાયા બાદ સાંજે 4:00 વાગ્યાનો રાખ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દરેક સ્ત્રીએ માતા નવદુર્ગાના આ 9 ગુણોને જીવનમાં ઉતારતા જોઈએ

આ પણ વાંચો:નવરાત્રીમાં આઠમ અને નોમનું વ્રત ક્યારે ઉજવાશે, જાણી લો પૂજા વિધિ

આ પણ વાંચો:નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો