Girsomnath News/ ગીર સોમનાથમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો

ગીર સોમનાથ જિલ્લામાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લઈ લીધો છે. ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઘટનાસ્થળે જ બાઇકચાલકના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં ભાલકાતીર્થ મંદિર ખાતે અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others Breaking News

GirSomnath: ગીર સોમનાથ જિલ્લામાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લઈ લીધો છે. ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઘટનાસ્થળે જ બાઇકચાલકના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં ભાલકાતીર્થ મંદિર ખાતે અકસ્માત સર્જાયો હતો.

અજાણ્યો ટ્રક ચાલક બાઇક ચાલકને ટક્કર મારીને ભાગી ગયો હતો. બનાવના પગલે તરત જ સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમણે તરત જ ઇમરજન્સી સર્વિસ સમી એમ્બ્યુલન્સને બોલાવી હતી, એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાઇક ચાલકને ઘટનાસ્થળે તપાસીને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાન ભાલપરાનો રહેવાસી હતી. પોલીસે તરત જ નજીકના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને કંટ્રોલ રૂમ તથા વિવિધ વિસ્તારની પોલીસ ટીમોને સાબદી કરી હતી. આ સીસીટીવીના આધારે પોલીસે બાઇક ચાલકને ટ્રક મારી ભાગી ચૂકેલા ટ્રક ચાલકને પકડ્યો હતો. પોલીસ હવે સુનિશ્ચિત કરશે કે ટ્રક ચાલક પીધેલો હતો કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથ: ઉના પાલિકા સભ્યના પુત્ર જીવલેણ હુમલો

આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથમાં રેતીના કાળા ધંધા પર કડક કાર્યવાહી, ઉનામાં બે ટ્રેક્ટર સીઝ

આ પણ વાંચો: Girsomnath News/ગીર સોમનાથના સૂત્રાપાડામાં એક જ રાતમાં 10 ઇંચ વરસાદ