BZ Group Scam News: BZ કૌભાંડ (BZ Scam) મામલામાં CID ક્રાઈમ પોલીસે કડક કાર્યવાહી કરી છે. CID ક્રાઈમે અલગ-અલગ લોકોની અટકાયત કરી. આ કૌભાંડની તપાસમાં ગઈકાલે CID પોલીસને મોટી સફળતા મળી. ગ્રેમોપ્સો કેમ્પસ પર દરોડા પાડતા કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈ રણજીત સિંહ ઝાલાની અટકાયત કરી. હવે ભાઈના ભાઈ બાદ મોડી રાત્રે ભૂપેન્દ્ર ઝાલાના CAને ગાંધીનગર લઈ જવાયો.
![]()
શિક્ષક, અધિકારીઓ અને જમીન દલાલોને ફસાવનાર BZ પોન્ઝી સ્કીમમાં સીઆઈડી ક્રાઈમે તપાસ તેજ કરી છે. આજે સીઆઈડી ક્રાઈમે વધુ પૂછપરછ માટે ભૂપેન્દ્ર ઝાલાના CA રુષિત મહેતા (Rushit Mehta)ની અટકાયત કરી. CA રુષિત મહેતા ગ્રોમોરના ડાયરેક્ટર તરીકે બજાવે છે. આ ઉપરાંત હિંમતનગર, ભોલેશ્વર અને ગ્રોમોર કેમ્પસથી મળતિયાઓની અટકાયત કરાઈ. તમામને ગાંધીનગર લઈ જઈ આકરી પૂછપરછ હાથ ધરાઈ. અગાઉ શિક્ષકની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતા અનેક ખુલાસો સામે આવ્યા હતા.

હવે CAને ફરી પૂછપરછ માટે મોડી રાત્રે ગાંધીનગર લઈ જવાયો. કાર્યવાહીની વાતો લીક થતી હોવાની આશંકાએ સીઆઈડીએ વધુ કડક વલણ અપનાવતા પૂછપરછ આદરી. ગ્રોમોરથી જ CIDની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરાતાની હોવાની આશંકા છે. તેમને એવી પણ બાતમી મળી છે કે મળતિયાઓને કેમ્પસમાં આશરો આપવામાં આવી રહ્યો છે. રણજીત ઝાલાની અટકાયતે સાબિતી આપી કે રણજીત કેમ્પસમાં મહેફિલ માણતો હોવાની બાતમી સાચી છે. અને આથી જ હવે સીઆઈડી અન્ય મળતિયાઓને પણ આડે હાથ લઈ વધુ કડકાઈથી પૂછપરછ કરશે.
BZ જેવી અનેક પોન્ઝી સ્કીમો રોકાણકારોને રડાવશે. BZની જ પેટા કંપની ગણાતી RK એન્ટરપ્રાઇઝના રોકાણને લઈ ખુલાસા થયા.
કેટલાક શિક્ષકોના RKમાં રોકાણના એગ્રીમેન્ટ સામે આવ્યા. RK એન્ટરપ્રાઇઝ સામે CID ક્રાઈમે ફરિયાદ દાખલ કરી હતી. તપામાં સીઆઈડી ક્રાઈમને મળેલ દસ્તાવેજમાં શિક્ષકોના નામ અને શાળાના સરનામા સાથેના એગ્રીમેન્ટ સામે આવ્યા. શિક્ષકોની મૂડી ડૂબી ન જાય તે માટે CID હાથ ધરશે તપાસ. શિક્ષકોના નિવેદનો લઈ પોન્ઝી સ્કિમ સંચાલકો સામે તપાસ થશે.
આ પણ વાંચો: BZ ફાઇનાન્સ કૌભાંડ: CID ક્રાઈમે 7 આરોપીઓની કરી ધરપકડ, 360 કરોડના ટ્રાન્જેકશનના ખુલાસા
આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે CIDની તપાસ તેજ, શિક્ષક અને ઓફિસ બોયની પૂછપરછ, પોલીસ અધિકરીઓની સંડોવણીની ખુલી પોલ
આ પણ વાંચો: BZ કોભાંડ વચ્ચે જિલ્લાના શિક્ષણાધિકારી રજા પર…! શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી…
